“કારગિલ યુદ્ધ રજત જયંતિ – 2024” પ્રદર્શન

2024-10-25T19:46:15+09:00

દિનાંક 15/ 8/ 2024 ગુરુવારના રોજ જીવનભારતી મંડળ, ટીમલિયાવાડ, નાનપુરા,સુરત ખાતે 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રની શાન રાષ્ટ્રધ્વજને લહેરાવી શાળાના વિદ્યાર્થીઓ વીર શહીદ જવાનોની શૌર્ય ગાથાને જાણે એવા શુભ આશયથી ડૉ .ચંપકલાલ ઝવેરચંદ શાહ ગ્રંથાલય અને પ્રકલ્પ સંસાધન કેન્દ્ર દ્વારા દિનાંક 15 /8/2024ના રોજ જીવનભારતી મંડળના અધ્યક્ષ શ્રી ભાનુકુમાર શાહના વરદ્હસ્તે મુખ્ય અતિથિવિશેષ શ્રી અભિજિત પરિયાલની ઉપસ્થિતિમાં "કારગિલ યુદ્ધ રજત જયંતિ - 2024" પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કર્યા બાદ અતિથિ વિશેષ અભિજિત પરિયાલનો પરિચય ગ્રંથાલયમાં કાર્યરત મીનાક્ષીબેન દ્વારા આપવામાં આવ્યો તેમજ ભાનુભાઈના હસ્તે તેમને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી.પ્રદર્શનના ઉદઘાટન સમારંભમાં જીવનભારતી મંડળના તમામ હોદ્દેદારો તમામ ભવનના આચાર્યશ્રીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. અતિથિવિશેષશ્રીએ મુલાકાતીઓને પ્રથમ વિશ્વ યુદ્ધથી શરૂ કરી કારગિલ યુદ્ધ માટે તેમણે બનાવેલ વિવિધ મોડેલની સમજૂતી આપી આપણા

“કારગિલ યુદ્ધ રજત જયંતિ – 2024” પ્રદર્શન2024-10-25T19:46:15+09:00

૭૮મા સ્વાતંત્ર્યદિનની લીલીછમ ઉજવણી

2024-10-25T20:10:52+09:00

'સરહદ પર છે વીર જવાન, દેશમાં શાંતિનો પ્રસાર વાવીશું વૃક્ષો પારાવાર, સમૃદ્ધ બનશે રાષ્ટ્ર અપાર.’ વીર સૈનિકોની દેશદાઝ અને પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજોના નિભાવનો સુમેળ કોઈપણ રાષ્ટ્રને સર્વાંગી રીતે પ્રયત્નશીલ બનાવે છે. આ ભાવનાને કેન્દ્રમાં રાખી પર્યાવરણની જાળવણી, તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની કટિબદ્ધતા સાથે 'એક કદમ હરિયાળી તરફ' વિષયવસ્તુ અંતર્ગત ભારતના ૭૮મા સ્વાતંત્ર્યદિનની લીલીછમ ઉજવણીના ભાગરૂપે જીવનભારતીના પટાંગણમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા જાણીતા ઓપ્થેલ્મોલોજીસ્ટ ડો .ભાવિનભાઈ પટેલના વરદ્દહસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો જેમાં જીવનભારતી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓએ ઉપસ્થિત રહી શાળા પરિવારને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમંત્રિત અતિથિશ્રી તથા હોદ્દેદારશ્રીને આચાર્યશ્રી નિમિષાબેન નાયક તથા નિરીક્ષકશ્રી મૃગાબેન વજીર દ્વારા તુલસીના છોડનુ કૂંડું અર્પણ કરી સત્કારવામાં આવ્યા હતા. સમગ્ર પટાંગણને વૃક્ષોના જતન અને સં વર્ધનને લગતાં સૂત્રો અને ચિત્રો દ્વારા શણગારવામાં આવ્યા હતા. UTA ના વિદ્યાર્થીઓ દ્વારા

૭૮મા સ્વાતંત્ર્યદિનની લીલીછમ ઉજવણી2024-10-25T20:10:52+09:00
Go to Top