વાર્ષિકોત્સવ “નરસિંહ થી નર્મદ સુધી”

2023-03-06T16:39:31+09:00

સર્વાંગી કેળવણીના મૂળમંત્ર ને વરેલી સંસ્થા જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી  પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન દ્વારા પ્લેટિનમ જયુબિલી મહોત્સવ "સાહિત્યમૃતમ" અંતર્ગત ગુજરાતી સાહિત્ય અને સંગીત દ્વારા માતૃભાષાના સાહિત્યિક વારસાને જાળવવા "નરસિંહ થી નર્મદ સુધી"ની ઝાંખી વિશ્વ માતૃભાષા ગૌરવ દિન નિમિત્તે પ્રસ્તુતિનો અનેરો સંયોગ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં નરસૈયાની શ્રદ્ધા ,ઝવેરચંદ મેઘાણીની ખુમારી અવિનાશ વ્યાસની જીવનની ફિલસૂફી સાથે મીરાબાઈ અને ગૌરાકુભારની ભક્તિ અને સુરતના પનોતાપુત્ર નર્મદની ખુદારી બાળ પુષ્પો એસુંદર રીતે મંચ ઉપર અભિવ્યક્ત કરી હતી. વિડીયો ગેલેરી

વાર્ષિકોત્સવ “નરસિંહ થી નર્મદ સુધી”2023-03-06T16:39:31+09:00

મારી માતૃભાષા – મારી લાગણીની  સંવાહક

2023-03-01T20:07:39+09:00

ગુજરાતી  સાહિત્ય પરિષદ તથા જીવનભારતી મંડળ અને સી. ઝેડ. શાહ એજ્યુકેશન ટ્રસ્ટના  સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે આયોજિત નવલકથાકાર દેવશંકર મહેતા સ્મૃતિ અંતર્ગત "મારી માતૃભાષા - મારી લાગણીની સંવાહક"  વિષય પર રંગભવન ખાતે વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. ઉષા ઉપાધ્યાય ઉપસ્થિત હતા. કાર્યક્રમની શરૂઆતમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત વક્તાશ્રીને શાબ્દિક આવકાર આપ્યો. કાર્યક્રમના સંયોજક તેમજ કાઉન્સેલર રશ્મિ ઝાએ વક્તાનો પરિચય કરાવ્યો. ડૉ. પ્રજ્ઞેશભાઈ જોશી અને અજિતભાઈ શાહે વક્તાશ્રીનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું. મુખ્ય વક્તાશ્રી ઉષા ઉપાધ્યાયે સ્વરચિત કાવ્યથી વક્તવ્યની શરૂઆત કરીને માતૃભાષાના સંવર્ધન અને સમર્થન માટેના ઉત્તમ દ્રષ્ટાંતો પુરા પાડયા.માતૃભાષાના વારસાને જાળવીને ભાવિ પેઢી સુધી પહોંચાડવાના કર્તવ્યને ચાલકબળ પૂરું પાડયું. અજિતભાઈ શાહે સી. ઝેડ. શાહ એજ્યુકેશન ટ્રસ્ટ વતી આભારવિધિ સંપન્ન કરી. સમગ્ર કાર્યક્રમના ઉદઘોષક તરીકે સોનલ સુરતીએ ભૂમિકા ભજવી. આખો કાર્યક્રમ પ્રેક્ષકો માટે જ્ઞાનવર્ધક રહ્યો.

મારી માતૃભાષા – મારી લાગણીની  સંવાહક2023-03-01T20:07:39+09:00

વાર્ષિકોત્સવ “પતંગિયાની પાંખે”

2023-02-28T17:04:14+09:00

જીવન ભારતી મંડળ આયોજિત સાહિત્યમૃતમ માં મો. વ. બુનકી બાળભવનનો  " પતંગિયાની પાંખે " જીવન ભારતી મંડળ આયોજિત સાહિત્યમૃતમ માં મો. વ. બુનકી બાળભવન દ્વારા " પતંગિયાની પાંખે "સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજનાં કહેવાતા આધુનિક યુગ નાં બાળકો મોબાઈલની દુનિયામાં પ્રકૃતિ ને માણવાનું જ ભૂલી ગયા છે,તેનું મુખ્ય કારણ મોબાઈલ નો ચોમેર કહેર છે, બાલ્યા અવસ્થા જેટલી સમૃદ્ધ હશે તેટલું બાળક શ્રેષ્ઠ નાગરિક બનશે, આ કાર્યક્રમમાં બાળકોએ પ્રાર્થના સ્વરૂપે શિવસ્તુતિ કરી,આજ-કાલ બાળકો માતા-પિતા, ભાઇ, બહેન, સગા-સંબંધી, આજુબાજુ નાં સમાજમાં દરેક નાં હાથમાં મોબાઈલ ફોન જ જુએ છે,જે તેઓ ને ગમતું નથી પણ પોતાની આ વ્યથા કોને જણાવે ત્યારે દાદાજી આવી ને તેમના જમાના માં લઇ જઈ ને બાળગીત રચાયતા વિશે જણાવ્યું, બાળ

વાર્ષિકોત્સવ “પતંગિયાની પાંખે”2023-02-28T17:04:14+09:00

વાર્ષિકોત્સવ “કસુંબલ મેઘાણીનો”

2023-02-21T15:31:48+09:00

ભારતીય ભાગીતળ સાહિત્ય સંસ્કૃતિને ઉજાગર રાખવા જીવનભારતી સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. તે અંતર્ગત તા. ૧૩.૦૨.૨૦૨૩ થી તા. ૨૨.૦૨.૨૦૨૩ દરમિયાન “સાહિત્યામૃતમ” શીર્ષક હેઠળ સંસ્થાના વિવિધ ભવનોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં “રાષ્ટ્રીય શાયર” ની ઉપમા પામેલા અને ગુજરાતી ભાષાને ગૌરવાન્વિત કરવામાં જેમણે કલમને પોતાનું જીવન સમર્પિત કર્યું એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની રચનાઓની નૃત્યરૂપે પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આચાર્યાશ્રી નિમિષા નાયક અને નિરીક્ષકશ્રી મૃગા વજીરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના ૪૦૦ જેટલા વિધ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વાર્ષિકોત્સવ “કસુંબલ મેઘાણીનો”2023-02-21T15:31:48+09:00

વાર્ષિકોત્સવ “નવરસામૃતમ”

2023-03-01T19:23:55+09:00

જીવનભારતી મંડળના ૭૮ વર્ષ પૂર્ણ થતાં પ્લેટિનમ વર્ષ ની ઊજવણી નિમિતે વર્ષ:૨૦૨૩ ના "સાહિત્યામૃતમ" અંતર્ગત ધોરણ:૬-૭-૮ જીવન ભારતી કિશોર ભવન ઉચ્ચ પ્રાથમિક વિભાગ કેસર બહેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલયની "નવરસામૃતમ" થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવરસ ને આધારિત વિવિધ રસ દર્શાવતી કૃતિઓ માં વીરરસ, શૌર્ય રસ,કરુણ રસ, હાસ્ય રસ, શૃંગાર રસ, ગંભીર રસ, શાંત રસ વગેરે  શ્રેણી:૬-૭-૮ ના કુલ:૧૮૦ વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્ય શ્રી ડો.પરેશકુમાર પરમાર ની પ્રેરણા અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફ પરિવાર ના સુંદર માર્ગદર્શન અને વાલી શિક્ષક મંડળ અને વાલી શ્રી ઓના સહયોગ હેઠળ હર્ષોલ્લાસ સહિત સુચારુ રૂપે સૌના ઉત્સાહ થકી સફળ રહ્યો હતો.

વાર્ષિકોત્સવ “નવરસામૃતમ”2023-03-01T19:23:55+09:00

વાર્ષિકોત્સવ “આદિકવિ નરસિંહ મહેતા”

2023-02-17T15:03:57+09:00

જીવનભારતી કિશોરભવન પ્રાથમિક વિભાગ શ્રેણી1થી5 વાર્ષિકોત્સવ: આદિકવિ નરસિંહ મહેતા 15મી સદી એટલે આદિકવિ નરસિંહ મહેતાનો યુગ અને 15મી ફેબ્રુઆરી એટલે જીવનભારતી કિશોરભવનમાં આદિકવિ નરસિંહ મહેતા આધારિત વાર્ષિકોત્સવ કેવો અજબનો સંયોગ! નવણી ધી જ અમારા ભવનના આ કાર્યક્રમમાં શ્રેણી1 થી 5ના 400 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઇ, ભવન પ્રતિનિધિ શ્રી ડો.પ્રજ્ઞેશભાઈ, ખજાનચી શ્રી હરેશભાઇ, વિવિધ ભવનના આચાર્યો તેમજ નિરીક્ષકો, શિક્ષકો અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહયા હતા જે અમારા સૌ માટે ગર્વની વાત છે. અમારા કાર્યક્રમમાં નરસિંહ મહેતાના જન્મથી લઈ હારસમયના પ્રસંગ દરમ્યાન આવતી વિવિધ કૃતિઓ જેવા કે નરસિંહ મહેતાના પ્રભાતિયાં, રાસ, હૂંડી, કુંવરબાઈનું મામેરું અને વૈષ્ણવ જન તો..અમારા નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આજની પેઢી જે નરસિંહ મહેતા વિશે જે બાબતોથી અજાણ

વાર્ષિકોત્સવ “આદિકવિ નરસિંહ મહેતા”2023-02-17T15:03:57+09:00

વાર્ષિકોત્સવ “અનેરો ઓચ્છવ”

2023-02-16T15:52:51+09:00

જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય મા. અને ઉ. મા. વિભાગ વાર્ષિકોત્સવ “અનેરો ઓચ્છવ” MEET OUR TEAM જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય મા. અને ઉ. મા. વિભાગ વાર્ષિકોત્સવ “અનેરો ઓચ્છવ” જીવનભારતી મંડળ પ્રેરિત પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ “સાહિત્ય” ના દ્વિતીય દિને દિનાંક 14/02/2023 ને મંગળવારના રોજ પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ અનેરો ઓચ્છવ” શીર્ષક હેઠળ જીવનભારતીના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. વાર્ષિકોત્સવના કાર્યક્રમની પ્રસ્તુતિમાં તમામ તહેવારોને આવરી લેવામાં આવ્યાં હતા. ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી ભાષાનો સમન્વય સાધી ઉત્સવો અને પ્રતીકો પાછળ રહેલાં સાંસ્કૃતિક રહસ્યોને પ્રસ્તુત કરવામાં આવ્યા. કાર્યક્રમનો આરંભ 7:00 કલાકે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના તમામ હોદ્દેદારો, તમામ ભવનના આચાર્યો, નિરોક્ષકો, વાલીમંડળના હોદ્દેદારો, વાલીમિત્રો,  ભૂતપૂર્વ શિક્ષકમિત્રો, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં. દીપપ્રાગટય

વાર્ષિકોત્સવ “અનેરો ઓચ્છવ”2023-02-16T15:52:51+09:00

વાર્ષિકોત્સવ ‘જનની’

2023-02-16T16:26:10+09:00

જીવનભારતી મંડળ સંચાલિત શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી મા. વિ. અને શ્રીમતી વી. બી. એન. શાહ જીવનભારતી ઉ. મા. વિ. નો વાર્ષિકોત્સવ 'જનની' શ્રી આર ડી. ઘાએલ જીવનભારતી મા. વિ. અને શ્રીમતી વી. બી. એન શાહ જીવનભારતી ઉ. મા. વિ. સર્વાંગી વિકાસલક્ષી અભિગમ તથા અજોડ સંસ્કૃતિક પરંપરાને અંક્બદ્ધ રાખી માતૃભાષા માતૃભૂમિની ગૌરવગાથા પ્રસ્તુત કરતો વાર્ષિકોત્સવ 'જનની' તા. ૧૩.૦૨.૨૦૨૩નાં રોજ જીવનભારતી પટાંગણમાં યોજાયો હતો. જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોને આ કાર્યક્રમ માટેની પૂર્વતૈયારી માટે સૌ શિક્ષકમિત્રોએ તનતોડ મહેનત કરી હતી. શાળાનાં આચાર્યાશ્રી પિંકીબેન માળીએ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પડયું હતું . આ કાર્યક્રમ જીવનભારતી મંડળના અધ્યક્ષ શ્રી ભાનુકુમાર શાહ, કોષાધ્યક્ષ શ્રીહરેશભાઈ જરીવાલા, કારોબારી સભ્ય શ્રી મયંકભાઈ ત્રિવેદી અને ચંદ્રસિંહભાઈ કોસમીયાની પ્રેરક ઉપસ્થિતિએ

વાર્ષિકોત્સવ ‘જનની’2023-02-16T16:26:10+09:00
Go to Top