Slide thumbnail
kh home2020-02-19T16:55:06+09:00

જીવનભારતી કિશોરભવન

લગભગ ૭૦ વર્ષ પૂર્વે ભારતના ગૃહમંત્રી – ભારતના બિસ્માર્ક શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના સહયોગથી સુરતના એક શ્રેષ્ઠી શ્રી ચંદ્રવદન ચૂનીલાલ શાહને શિક્ષણનું બીજારોપણ કરવા માટે આપેલ માતૃભાષામય, પ્રવૃત્તિમય, જ્ઞાનમય શિક્ષણની યાત્રા શરૂ કરનાર જીવનભારતી મંડળનું શહેરની મધ્યમાં આવેલ શૈક્ષણિક સંકુલ અને તેનો ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે જીવનભારતી કિશોરભવન(ધો. ૬ થી  ધો. ૮).

શિક્ષણ પદ્ધતિ

મનુષ્યને ગુણવત્તા,પાત્રતા અને સંસ્કારિતાનાં કુસુમો દ્વારા અલંકૃત કરનાર અમૂલ્ય સાધન એટલે શિક્ષણ. લગભગ ૧૯૦૦ બાળકોને પ્રાથમિક શિક્ષણ દરમિયાન માતૃભાષાનું શિક્ષણ સઘન રીતે આપવામાં આવે તે અત્યંત આવશ્યક છે. અન્ય વિષયના અસરકારક શિક્ષણ માટે માતૃભાષાનું શિક્ષણ મહત્વનું છે. માતૃભાષા દ્વારાજ બાળકની પ્રત્યાયનની ક્ષમતા,સર્જનશીલતા અને સાંસ્કૃતિક વિકાસ સાહજિક રીતે થાય છે.

સર્વાંગી વિકાસ

 આ શૈક્ષણિક વિકાસયાત્રાના કેન્દ્રસ્થાનમાં શાળા તો છે જ,પણ બાળકોની ચિંતનશક્તિ,કલ્પનાશક્તિ તથા સર્જનાત્મકતાનો વિકાસ થાય તે માટે ERACના રૂપમાં પ્રવૃત્તિ મુકવામાં આવેલ છે.જેમાં
E-Experience (પડકારયુક્ત અનુભવ)
R-Reflection (ચિંતન)
A-Application (ઉપયોજન)
C-Consolidation (સંકલન)
નો સમાવેશ થાય છે.

Recent Post

Achievements

QUESTIONS ABOUT JEEVANBHARTI KISHOR BHAVAN ?

ASK THE PRINCIPAL

  LECTURE ON PREPARING WELL FOR EXAMS

DOWNLOAD CIRCULAR
Go to Top