રાષ્ટ્રીય ગ્રાહક દિન

2018-12-31T18:47:49+09:00

દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, સુરત તથા જીલ્લા ગ્રાહક માહિતી કેન્દ્ર સુરતની સંસ્થાએ તા. ૨૪/૧૨/૧૮ સોમવાર ના રોજ આર.ડી.ઘાયેલ જીવનભારતી નાનપુરા સુરત તાપી ખાતે ૨૪ મી ડિસેમ્બર ૨૦૧૮ રાષ્ટ્રીય ગ્રાહક દિન ઉજવણી /સાપ્તાહિક ઉજવણી, ગ્રાહક સુરક્ષા અધિકાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ (સેમિનાર, તાલીમ, શિબિર, બેનર પ્રદર્શન, વકૃત્વ, ચિત્ર - નિબંધ સ્પર્ધા, ચર્ચા - પ્રશ્નોતરી વગેરે) આયોજિત કરેલ જેમા આશરે ૪૫૦ પ્રેક્ષકગણ / લાભાર્થી વિદ્યાર્થી , ભાઈ - બહેનો, વડીલો, વાલીઓએ (ગ્રામ / શહેરી કક્ષાએ )આ કાર્યક્રમનો લાભ લીધેલ. આ કાર્યક્રમ / ઉજવણીનું થીમ, "Timely disposal of consumer cases" (ગ્રાહક ફરીયાદનુ સમયસર નિવારણ) રહેલ.

રાષ્ટ્રીય ગ્રાહક દિન2018-12-31T18:47:49+09:00

કલા મહાકુંભ

2019-01-17T18:12:00+09:00

ગુજરાત સરકારનાં રમતગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા કલા મહાકુંભ-૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાનપુરા ઝોન કક્ષાએ જીવનભારતીના વિવિધ ભવનોમાં જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી શાળાના બે વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને ઇનામ પણ પ્રાપ્ત કર્યું હતું. ૧.સોની ધૈર્યા પ્રદીપભાઈ ધો.૧૧ બી ગીત સ્પર્ધા ૨ ઉપાધ્યાય કેવલ સંજીવકુમાર ધો.૧૧ ડી એકપાત્રીય અભિનયમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

કલા મહાકુંભ2019-01-17T18:12:00+09:00

ઇનામ વિતરણ તથા શાળા સ્થાપનાદિન

2019-01-17T16:01:33+09:00

તા:- ૩/૭/૧૮ ને મંગળવારના રોજ ૯:૩૦ કલાકે શાળાના રંગભવનમાં તેજસ્વી તારલાઓને સન્માનવાનો તથા શાળાનો ૭૩મો સ્થાપનાદિન કાર્યક્રમ યોજાયો. ઇનામને પાત્ર ૩૯ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે સુરત શહેરના મેયરશ્રી જગદીશ પટેલ તથા શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને કવયિત્રી એષા દાદાવાળાની ઉપસ્થિતિ ઉત્સાહ પ્રેરક રહી હતી. ભૂતકાળનાં સંસ્મરણો વાગોળતાં મેયરશ્રીએ તેજસ્વી તારલાઓનું અભિવાદન કર્યું હતું. તો સર્જનશક્તિ ખીલવવી એ વિષય પર રસપ્રદ વાતો કરી હતી. આચાર્યા શ્રીમતી પીન્કીબેન માળીએ મહેમાનોને આવકાર આપ્યો હતો તથા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં જીવનભારતી મંડળના હોદેદારશ્રીઓ દાતાશ્રીઓ, શિક્ષકગણ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સંપુર્ણ કાર્યક્રમ ખૂબજ યાદગાર રહ્યો હતો.

ઇનામ વિતરણ તથા શાળા સ્થાપનાદિન2019-01-17T16:01:33+09:00

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

2019-01-17T14:49:01+09:00

તા:- ૨૩/૬/૧૮ ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના આદેશ મુજબ શાળાના રંગભવનમાં મુખ્ય મહેમાનશ્રી સંજયભાઈ બારડની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કાર્યક્રમ કરવામાં આવેલ તેમાં શાળાના હોદેદારશ્રીઓ તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા પ્રવેશોત્સવમાં નગર પ્રા.શાળાનાં વિદ્યાર્થીઓ તથા આપણી શાળાનાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો, બેટી બચાવો, યોગ તથા વૃક્ષારોપણ પર પોતાના પારસમણિ તુલ્ય સમૃત વચનો દ્વારા વક્તવ્ય રજુ કર્યું હતું. શાળાના આચાર્ય શ્રીમતી પિંકીબેન માળીએ પ્રસંગોચિત ઉદબોધન દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યાર બાદ આમંત્રિત તમામ મહેમાનો સાથે શાળાના નિરીક્ષક મિત્રો શ્રીમતી ચેતનાબેન પટેલ તથા શ્રીમતી અનીલાબેન શાહ અને કાર્યક્રમના કન્વિનર તરીકે શ્રી મગનભાઈ સોલંકી દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ2019-01-17T14:49:01+09:00