શહીદદિન

2019-01-31T15:15:14+00:00

જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય શ્રેણી: ૧ થી ૫ માં "શહીદદિન" નિમિત્તે ભૂતપૂર્વ NCC કેડેટ તરીકે કામ કરનાર શ્રી આકાશભાઈ શાહે બાળકોને દ્વશ્ય-શ્રાવ્ય સાધનો દ્વારા ગાંધીજીના જીવનની ઝાંખી કરાવી બાળકોને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર આપ્યા. આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈએ પણ બાળકોને ગાંધીજીના આદર્શો જેવા કે સત્ય, અહિંસાના માર્ગો ચાલવાનો અનુરોધ કર્યો. મદદનીશ શિક્ષિકા શ્રી જાગૃતિબહેન ઉમરાવ તથા બ્રિજલબહેન પટેલે દેશભક્તિ ગીત રજુ કર્યું. શહીદો માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી. વાલીમંડળના સભ્ય શ્રી જીનલબહેન આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહયા.

શહીદદિન2019-01-31T15:15:14+00:00

પ્રજાસત્તાક દિનની ઉજવણી

2019-01-29T15:39:00+00:00

મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં તા. ૨૫/૧/૨૦૧૯ ને શુક્રવાર ના રોજ શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહેમાનશ્રી તરીકે શ્રી આદિત્યભાઈ ઝાલા અને ડૉ પારૂલ બેન વડગામા ઉપસ્થિત રહ્યા હતા. જુ.કે.જી.ના બાળકો દેશનેતા બનીને આવ્યા હતા અને સિ.કે.જી ના બાળકોએ  સુંદર દેશભક્તિ નૃત્યની રજુઆત કરી હતી અને સિ.કે.જી ની વિદ્યાર્થીની ભોજ જીતીક્ષાએ પ્રજાસત્તાક દિન વિશે સ્પીચ આપી હતી. આચાર્યાશ્રી રચના બહેન ચોખાવાળા મહેમાનશ્રીને આવકાર્યા હતા અને ત્યાર બાદ સ્મૃતિ ભેંટ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમનો દોર શ્રી ઈલાબહેને સંભાળ્યો હતો.

પ્રજાસત્તાક દિનની ઉજવણી2019-01-29T15:39:00+00:00

૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

2019-01-29T14:35:16+00:00

तुमि विद्या तुमि धर्म तुमि हरी तुमि कर्म तवं हि प्राणाः शरीरे वन्दे मातरम. જીવનભારતી મંડળનાં ઉપક્રમે ૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમમાં શ્રી નગીનદાસ સંઘવી (પ્રોફેસર,લેખક અને વરિષ્ઠ પત્રકાર)ના  વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીવનભારતી મંડળનાં ઉપાધ્યક્ષશ્રી ડૉ પ્રજ્ઞેશભાઈ જોશીએ મુખ્ય મહેમાનશ્રીનો શાબ્દિક આવકાર પરિચય આપ્યો. ત્યારબાદ શ્રી નગીનદાસ સંઘવીએ રાષ્ટ્રધર્મ એજ પરમ ધર્મની ભાવના સહ જણાવ્યું કે રાષ્ટ્રભાવના સાથે તમે જે ક્ષેત્રમાં તમારા કર્તવ્ય, કર્મનું શ્રેષ્ઠતમ યોગદાન આપીને, દેશભક્તિ વ્યક્ત કરવાનું ઉત્તમ અને શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટે કટીબદ્ધતા કેળવો. રાષ્ટ્રધ્વજ ને ગૌરવાન્વિત કરવા માટે પ્રતિબદ્ધતા સહ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી જીવનભારતી પરિવારને શુભ આશિષ સહ ૭૦માં પ્રજાસત્તાકદિન પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત કુ.હરીશ્રી હળિયાએ અખંડભારતની ગૌરવગાથા સહ શુભકામના સાથે એકતા અને અખંડતાનો સંદેશ આપ્યો હતો. બાળકોએ ભારતનાં

૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી2019-01-29T14:35:16+00:00

પાંચ કાવ્યસંગ્રહનું પંચામૃત

2019-01-04T15:55:57+00:00

ઈમેજ અને જીવનભારતી મંડળ દ્વારા તા:૧/૧/૨૦૧૯ ના રોજ "પાંચ કાવ્યસંગ્રહનું પંચામૃત" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અતિથિવિશેષ પદે શ્રી ભદ્રેશ શાહ અને શ્રી બી.એસ. અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિશ્રી ભદ્રેશ શાહે આ પ્રસંગે પ્રાસંગિક અભિવ્યક્તિ કરી હતી તથા અન્ય અતિથિશ્રી બી.એસ. અગ્રવાલ પણ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. જીવનભારતી મંડળ વતી શ્રી રશ્મિ ઝા એ સંસ્થાની સાહિત્ય સાથેની સંલગ્નતાની તેમજ સંસ્થાની સાહિત્યિક પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુજ્ઞ સાહિત્ય રસિકો દ્વારા બહોળો પ્રતિસાદ પામ્યો હતો. જીવનભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રી એષા દાદાવાળા ને તેમના પુસ્તક 'ઈગો' ના વિમોચન પ્રસંગે સંસ્થાએ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

પાંચ કાવ્યસંગ્રહનું પંચામૃત2019-01-04T15:55:57+00:00

નાતાલની ઉજવણી

2019-01-02T16:30:11+00:00

સર્વધર્મ સમભાવનાં માનનારી શાળા પ્રવૃત્તિ વિદ્યાલય, જીવનભારતી આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈના માર્ગદર્શન હેઠળ તા: ૨૪/૧૨/૧૮ના દિને નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મ.શિ.શ્રી આશિતાબહેન પરમારના સહકારથી શ્રી પ્રકાશભાઈ પટેલ અને ગારફિલ્ડભાઈ મેકવાન પધારી ખૂબ સુંદર પ્રાર્થના, ડાન્સ, જાદુ રજૂ કરી બાળકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળામાં ક્રિસમસ ટ્રી, લાલ-સફેદ ફુગ્ગા અને મણીબત્તી સજાવવામાં આવી હતી. ભૂલકાંઓ તથા શિક્ષકો લાલ રંગના પરિધાનથી સજજ થઈને કાર્યક્રમની સુંદરતામાં વધારો થયો હતો.

નાતાલની ઉજવણી2019-01-02T16:30:11+00:00

રમતોત્સવ

2019-01-02T15:44:05+00:00

બાળકોમાં સંપ, સહકાર, ખેલદિલીની ભાવના વિકસે તથા શરીર ખડતલ બને તે આશયથી પ્રવૃત્તિ વિદ્યાલય, જીવનભારતીમાં આચાર્યાશ્રી સુષ્માબહેન દેસાઈ તથા વાલીમંડળના સહયોગથી તા: ૨૬/૧૨/૧૮ ના દિને રમતોત્સવનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં શેરી રમતને પણ પ્રાધાન્ય આપ્યું હતું. શ્રેણી: ૧ના બાળકોમાં સતર્કતા વધે તેથી નદી કે પર્વતની રમત, શ્રેણી:૨ ના વિદ્યાર્થીઓ પોતાનું બળ સૌષ્ઠવ દર્શાવવા વર્તુળનો રાજા, શ્રેણી:૩ ના બાળકોમાં સહકારની ભાવના વિકસાવનારી રમત ત્રિપગી દોડ, શ્રેણી:૪ના બાળકોની ચપળતામાં વધારે કરવા ભૂખ્યા પક્ષી અને શ્રેણી:૫ ના બાળકોની એકાગ્રતાનો ગુણ ખીલવવા દોરીમાં મણકા પરોવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રમતોત્સવને આનંદોત્સવ બનાવ્યો હતો. વાલીમંડળના સભ્યો હાજર રહી કાર્યક્રમની શોભામાં વધારો કરી વિજેતા બાળકોને શિલ્ડ તથા મેડલથી નવાજયા હતા.

રમતોત્સવ2019-01-02T15:44:05+00:00

રાષ્ટ્રીય ગ્રાહક દિન

2018-12-31T18:47:49+00:00

દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, સુરત તથા જીલ્લા ગ્રાહક માહિતી કેન્દ્ર સુરતની સંસ્થાએ તા. ૨૪/૧૨/૧૮ સોમવાર ના રોજ આર.ડી.ઘાયેલ જીવનભારતી નાનપુરા સુરત તાપી ખાતે ૨૪ મી ડિસેમ્બર ૨૦૧૮ રાષ્ટ્રીય ગ્રાહક દિન ઉજવણી /સાપ્તાહિક ઉજવણી, ગ્રાહક સુરક્ષા અધિકાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ (સેમિનાર, તાલીમ, શિબિર, બેનર પ્રદર્શન, વકૃત્વ, ચિત્ર - નિબંધ સ્પર્ધા, ચર્ચા - પ્રશ્નોતરી વગેરે) આયોજિત કરેલ જેમા આશરે ૪૫૦ પ્રેક્ષકગણ / લાભાર્થી વિદ્યાર્થી , ભાઈ - બહેનો, વડીલો, વાલીઓએ (ગ્રામ / શહેરી કક્ષાએ )આ કાર્યક્રમનો લાભ લીધેલ. આ કાર્યક્રમ / ઉજવણીનું થીમ, "Timely disposal of consumer cases" (ગ્રાહક ફરીયાદનુ સમયસર નિવારણ) રહેલ.

રાષ્ટ્રીય ગ્રાહક દિન2018-12-31T18:47:49+00:00

Health Week Celebration

2018-12-05T18:03:33+00:00

Health Week Celebration અંતર્ગત જીવનભારતી કિશોરભવન શ્રેણી ૬ થી ૮ માં તા: ૨૨/૧૧/૨૦૧૮ ના રોજ પીડિયાટ્રીકસ એસોસિએશન દ્વારા ધો-૭ અને ૮ના વિદ્યાર્થીઓ માટે નો કાર્યક્રમ ડૉ. અમીબેન, ડૉ પ્રશાંત કારિયા અને ડૉ.સલીમ સર દ્વારા યોજાયો.

Health Week Celebration2018-12-05T18:03:33+00:00

તુલસી વંદના

2018-12-03T14:15:40+00:00

મો.વ.બુનકી. જીવનભારતી બાળભવનમાં આજ રોજ તા.૨૯/૧૧/૨૦૧૮ ગુરુવારે તુલસી વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્કૃતિક તથા નૈતિક પ્રશિક્ષણ સંસ્થાન માંથી મહેમાન તરીકે શ્રી વિરેશભાઈ અંકલેશ્વરીયા, શ્રી આશિષભાઈ તરપરા અને શ્રી ભરતભાઈ ઘેવરીયા પધાર્યા હતા. જેમાં જુ.કે.જી ના બાળકો, આચાર્યાશ્રી, મહેમાનશ્રી અને શિક્ષકોએતુલસીની પૂજા કરી હતી. સિ.કે.જી ના બાળકો અને તાલીમાર્થી બહેનોએ તુલસી વિશે સુંદર રજૂઆત કરી હતી. શ્રી ભાવનાબહેન ચૌહાણએ તુલસીની ઉત્પત્તિ વિશે પૌરાણિક વાર્તા કરી. બાળભવનના આચાર્યાશ્રી રચનાબહેન મહેમાનશ્રીને આવકારી આભાર પત્રક અર્પણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને દોર શ્રી ગાયત્રીબહેન ઉપાધ્યાયએ સંભાળ્યો હતો. જુ.કે.જી. ના  તમામ બાળકોને  તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો.

તુલસી વંદના2018-12-03T14:15:40+00:00

હસ્ત-કૌશલ્યનું પ્રદર્શન

2018-11-26T15:48:32+00:00

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન અને મો.વ.બુનકી જીવનભારતી બાળભવનના સંયુક્ત ઉપક્રમે શ્રી નૂતન બાળશિક્ષણ ટ્રસ્ટ આયોજિત "હસ્ત-કૌસલ્ય પ્રદર્શન " તા: ૨૬/૧૦/૧૮ ને શુક્રવારે અને તા: ૨૭/૧૦/૧૮ ને શનિવારના રોજ યોજાયું હતું જેમાં મહેમાન પદે શ્રી રીમાબહેન ગાંધી(સામાજિક કાર્યકર્તા) અને શ્રી ગોપાલભાઈ પટેલ (કોલીગ્રાફી આર્ટીસ્ટ ) ઉપસ્થિત રહ્યા હતા. બાળ કેળવણીમાં ભાર વિનાના ભણતરના અભિગમ સહ સર્વાંગી કેળવણીના ધ્યેયને પરિપૂર્ણ કરતાં બાળકોની પ્રત્યેક ઇન્દ્રિયને સર્વોત્તમ ઉપયોગ દ્વારા સૂક્ષ્મ સ્નાયુઓને વિકાસ, સર્જનાત્મકતા, જિજ્ઞાસાવૃત્તિ સાથે આત્મવિશ્વાસને પ્રેરકબળ મળે એવી પ્રવૃત્તિઓ સાથે સુશોભન અને નવસર્જનની ફળશ્રુતિ સ્વરૂપે હસ્ત-કૌસલ્યની પ્રવૃત્તિઓ બાળસહજ શૈલીમાં રજુ કરી હતી. આ પ્રદર્શનનો હેતુ બાળકોમાં રહેલી સુશુપ્તશક્તિને ખીલવવાનો છે. જેમાં મોતીકામ, રંગોળી, ગડીકામ, કાતરકામ, સીવણકામ, છાપકામ, ચિટકકામ, માટીકામ, વેસ્ટમાંથી બેસ્ટ અને ફાડકામ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ ખૂબજ સરસ અને સરળ રીતે પ્રદર્શિત કરીને

હસ્ત-કૌશલ્યનું પ્રદર્શન2018-11-26T15:48:32+00:00
Load More Posts