પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં રોજ ઇનામ વિતરણ

2024-03-19T14:50:31+09:00

જીવન ભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં તા: 16-3- 2024 ના રોજ ઇનામ વિતરણ સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં બાળકો માટે વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ હરીફાઈઓ, આંતર શાળા હરિફાઈ અને મૉનટેસોરી તાલીમાર્થી બહેનોની વિવિધ હરીફાઈનો ઇનામ વિતરણ કાર્યક્રમ ભૂતપૂર્વ વિદ્યાર્થી અનેરીબેન આચાર્યના મહેમાન પદે યોજાયો. આ કાર્યક્રમમાં જીવન ભારતી મંડળના મંત્રી શ્રી મયંકભાઇએ પ્રોત્સાહક ઉદબોધન આપ્યું. આ કાર્યક્રમમાં વાલી મંડળના હોદ્દેદારશ્રીઓ વિવિધ ભવન ના આચાર્યશ્રીઓ ,નિરીક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરીફાઈ ના વિજેતા બાળકોને શીલ્ડ આપવામાં આવ્યા તથા દરેક બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .આ સમારંભ માં વિશાળ સંખ્યામાં વાલીશ્રી ઓએ હાજર રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં રોજ ઇનામ વિતરણ2024-03-19T14:50:31+09:00

જીમ્નાસ્ટીક ખેલાડીઓનો સન્માન સમારોહ

2024-03-15T17:20:44+09:00

તા. ૦૭/૦૩/૨૦૨૪ દરમિયાન જીવનભારતી શ્રી પંકજભાઈ કાપડીયા સ્પોટ્ર્સ સંકુલમાં આવેલ જીમ્નાસ્ટીક હોલમાં રિનોવેશન કર્યાં બાદ શ્રી પંકજભાઈ કાપડીયાનાં અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટન તથા ખેલાડીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો. જેમાં સંસ્થાનાં મંત્રીશ્રી મયંકભાઈ ત્રિવેદી, ઉપાધ્યક્ષશ્રી ડૉ. પ્રજ્ઞેશભાઈ જોષી, કમિટી મેમ્બરશ્રી ધનેશભાઈ ગોળવાળા, શ્રી કેતનભાઈ દેસાઈ તથા વાલીમંડળ પ્રમુખશ્રી જીનલબેન પચ્ચીગર તથા પ્રવૃત્તિ વિદ્યાલયનાં પ્રતિનિધિઓ તથા ગુજરાત જીમ્નાસ્ટીક એસોસિએશનના મહામંત્રીશ્રી કૌશિકભાઈ બીડીવાળા ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત જીમ્નાસ્ટીક એસોસિએશનની રાજ્યકક્ષાની સ્પર્ધા ૨૦૨૩ સુરતના ઇન્ડોર સ્ટેડીયમ, અઠવાલાઈન્સ ખાતે યોજાય હતી. જેમાં ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાંથી કુલ ૩૫૦ જેટલા ખેલાડીઓ, મેનેજર, કોચીસ, ઓફિસિયલ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેનું સંચાલન ગુજરાત જીમ્નાસ્ટીક એસોસિએશનના મંત્રીશ્રી રણજીતભાઈ વસવાએ કર્યુ હતું. જીવનભારતી સ્પોર્ટ્સ ક્લબમાંથી ૨૮ જેટલા ખેલાડીઓએ જુદા જુદા ગ્રુપમાં ભાગ લીધો હતો અને ૩૨ જેટલા મેડલો મેળવ્યા હતાં. ગુજરાતની સિનીયર વિભાગની સ્પર્ધામાં જીવનભારતી

જીમ્નાસ્ટીક ખેલાડીઓનો સન્માન સમારોહ2024-03-15T17:20:44+09:00

ઇનામ વિતરણ કાર્યક્રમ

2024-03-16T15:33:33+09:00

જીવનભારતી પ્રવૃત્તિ વિધલય પ્રાથમિક વિભાગ માં વર્ષ ૨૦૨૩-24 દરમિયાન થયેલી સ્પર્ધાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ તથા નવમા તાસની પ્રવૃત્તિઓનું નિદર્શન યોજવામાં આવ્યું હતુ . જેમાં શાળાના મંત્રી મંડળના સભ્યો , વાલીમંડળના સભ્યો તથા તમામ ભાવનોના આચાર્યોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું .

ઇનામ વિતરણ કાર્યક્રમ2024-03-16T15:33:33+09:00
Go to Top