ગુજરાતમાં ૨૦૧૦થી આપણી માતૃભાષા ‘ગુજરાતી’ના સંવર્ધનનું અભિયાન શરૂ થયું છે. જીવનભારતી મંડળ, સુરત અને ડૉ.સી.ઝેડ.શાહ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આપણી માતૃભાષા ‘ગુજરાતી’ ના સંવર્ધનનાં શુભ હેતુથી વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૬-૧૭માં ‘ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડ’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સુરત શહેરની ૧૨૫ જેટલી શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ચાલુ વર્ષે પણ ‘ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડ’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત તા. ૩૦-૮-૨૦૧૮ ના રોજ એક ‘શિક્ષક સજ્જતા કાર્યશિબિર’ પણ યોજવામાં આવેલ જેમાં ૫૯ જેટલી શાળાઓએ પોતાનાં શિક્ષક પ્રતિનિધિઓને કાર્યશિબિરમાં મોકલી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ગુજરાતી ભાષાના નિષ્ણાત તજજ્ઞો દ્વારા સ્પર્ધામાં બાળકો દ્વારા રજૂ થતી કૃતિઓની ગુણવત્તા જળવાય તે અંગે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સદર સ્પર્ધાની વિગતો માટે એક માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સ્પર્ધાના નિયમો અને સ્પર્ધા માટેનાં મૂલ્યાંકન પત્રકો આપવામાં આવેલ છે, જેમાં સ્પર્ધાની તમામ વિગતો દર્શાવવામાં આવેલ છે. માર્ગદર્શિકાની નકલ જીવનભારતી મંડળ, સુરતમાંથી પણ મેળવી શકાશે. માર્ગદર્શિકામાં દર્શાવેલ સ્પર્ધાઓ શાળાએ પ્રથમ તબક્કામાં શાળાકક્ષાએ યોજવાની રહેશે.

  1. સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનું નામ તા. ૨૧-૧૨-૨૦૧૮ સુધીમાં લેખિતમાં શ્રીમતી મિતા ઝવેરી – સંયોજક – જીવનભારતી મંડળ, સુરતનાં નામજોગ અથવા guj_olympiad@jeevanbharati.org પર નીચે દર્શાવેલ પત્રકમાં મોકલી આપવાનું રહેશે. શાળા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ વિદ્યાર્થીઓની અંતિમ સ્પર્ધા જીવનભારતી મંડળ દ્વારા નીચે દર્શાવેલ કાર્યક્રમ મુજબ યોજવામાં આવશે.
  2. જે સ્પર્ધા માટે ૨૫ કરતાં વધુ સ્પર્ધકો હશે તે સ્પર્ધા અગાઉ સ્પર્ધકોનાં ચયન માટે એક સ્પર્ધા રાખવામાં આવશે. જેની તારીખ શિક્ષકોનાં કાર્યશિબિરમાં રૂબરૂમાં જણાવવામાં આવશે.

૩.શિક્ષકોનાં વિભાગમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં શિક્ષકો અને બી. એડ. કોલેજનાં તાલીમાર્થીઓ ભાગ લઇ શકશે.

જીવનભારતી મંડળ દ્વારા યોજાનાર અંતિમ સ્પર્ધાઓનો કાર્યક્રમ તા. ૨૭-૧૨-૨૦૧૮ થી તા. ૨૯-૧૨-૨૦૧૮

પ્રાથમિક વિભાગની અંતિમ સ્પર્ધાઓનો કાર્યક્રમ

વિભાગ સ્પર્ધાનુ નામ સ્પર્ધાની તારીખ સમય
ધોરણ ૧ અને ૨ સુલેખન સ્પર્ધા ૨૭-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે
જોડકણા ગાન ૨૭-૧૨-૨૦૧૮ ૧૧:૦૦ ક્લાકે
આપેલા અક્ષર પરથી શબ્દો લખવા ૨૭-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે
ધોરણ ૩ થી ૫ શ્રુતલેખન સ્પર્ધા ૨૭-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે
વાર્તાકથન સ્પર્ધા ૨૭-૧૨-૨૦૧૮ ૧૧:૦૦ ક્લાકે
વાચન સ્પર્ધા ૨૭-૧૨-૨૦૧૮ ૧૧:૦૦ ક્લાકે
ધોરણ ૬ થી ૮ કાવ્યપઠન સ્પર્ધા ૨૭-૧૨-૨૦૧૮ ૧૧:૦૦ ક્લાકે
ચિત્ર પરથી વાર્તાલેખન ૨૭-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે
શબ્દકોશમાંથી શબ્દો શોધવા ૨૭-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે
શબ્દ રમત ૨૭-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે

માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને શિક્ષકોના વિભાગની સ્પર્ધાઓનો કાર્યક્રમ

વિભાગ સ્પર્ધાનુ નામ સ્પર્ધાની તારીખ સમય
ધોરણ ૯ અને ૧૦ કાવ્યપઠન સ્પર્ધા ૨૮-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે
એકપાત્રીય અભિનય ૨૮-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે
નાટ્યલેખન સ્પર્ધા ૨૭-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે
ધોરણ ૧૧ અને ૧૨ કાવ્યપઠન સ્પર્ધા ૨૮-૧૨-૨૦૧૮ ૧૧:૦૦ ક્લાકે
શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા ૨૮-૧૨-૨૦૧૮ ૧૧:૦૦ ક્લાકે
પુસ્તક પરિચય સ્પર્ધા ૨૮-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે
વાચિકમ ૨૮-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે
શિક્ષકોનો વિભાગ કાવ્યપઠન સ્પર્ધા ૨૯-૧૨-૨૦૧૮ ૧૩:૦૦ ક્લાકે
પુસ્તક પરિચય સ્પર્ધા ૨૯-૧૨-૨૦૧૮ ૧૩:૦૦ ક્લાકે
વાચિકમ (પાઠ્ય પુસ્તક આધારિત) ૨૯-૧૨-૨૦૧૮ ૯:૦૦ ક્લાકે

બંને વિભાગમાટે વાચિકમ સ્પર્ધા માટેનો સમય ૧૫ મિનિટ રહેશે.

શાળાઓએ જીવનભારતી ખાતે યોજાનાર અંતિમ સ્પર્ધા માટે પ્રથમ ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીનું નામ મોકલવાની અંતિમ તારીખ ૨૧-૧૨-૨૦૧૮

માહિતી મોકલવાનું પત્રક

શાળાનું નામ :

સરનામુ :

ફોનનંબર :

ક્રમ સ્પર્ધાનું નામ શાળા કક્ષાએપ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનું નામ ધોરણ આચાર્યશ્રીનો મોબાઇલ નંબર શાળાનો Email ID

નોંધ : વધુ વિગતો માટે “ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડ” સંયોજક શ્રીમતી મીતા ઝવેરી – જીવનભારતી મંડળ, સુરતનો સંપર્ક કરી શકાશે. મોબાઈલ નંબર: ૯૯૨૫૭ ૦૯૬૧૨