ગ્રંથનો પંથ’ પ્રથમ સોપાન
jbm2023-10-23T19:25:09+09:00તારીખ: 21/10/2023 શનિવાર રોજ જીવનભારતી મંડળ સંચાલિત aural expressions અંતર્ગત શરૂ થનાર દર મહિનાના ત્રીજા શનિવારે 'ગ્રંથનો પંથ'ના પ્રથમ સોપાનમાં વકતા શ્રી રશ્મિબેન ઝાએ શ્રી હિમાંશીબહેન શેલત લિખિત આત્મકથન 'મુક્તિવૃત્તાંત' પુસ્તકનો રસાસ્વાદ કરાવ્યો હતો. જેમાં વકતાશ્રીએ લેખિકાના પુસ્તક દ્વારા તેમના વ્યક્તિત્વનો પરિચય પણ આપ્યો હતો. લેખિકાના બાળપણનું ખૂબ ઓછું જાણીતું નામ ' મુક્તિ ' પરથી લખાયેલા આ પુસ્તક 'મુક્તિવૃત્તાંત' માંથી વકતા દ્વારા અનેકવિધ પ્રસંગોનું કથન થયું. એક નાના કસબામાં જન્મેલી નારીના જીવનમાં કેવી ઘટનાઓ બને તેનું નિરૂપણ રસાળ શૈલીમાં થયું. કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિષાબહેન પટેલે કર્યું હતું. હિમાંશી બેનનુ પારદર્શક મુકિત વૃતાંત, રશ્મિબેનના વાણીપાશનું બંધન વૃતાંત, નિજપ્રેમ ને મુક્ત વિચારોના મુક્ત વાણીવૃતાંત થકી સ્ત્રી આત્મકથાના સાહિત્ય સૂકારાને વાણીના ઝાકળની ભીનાશ અર્પી. સ્ત્રી લેખિકાની આત્મકથા સુશ્રી હિમાંશી શેલત લિખિત મુકિત વૃતાંત જીવનના