ગ્રંથાલયનો પરિચય
જીવનભારતી મંડળ સંચાલિત ડૉ.ચપંકલાલ ઝવેરચંદ શાહ ગ્રંથાલય અને પ્રકલ્પ સંસાધન કેન્દ્રની સ્થાપના શ્રી રવીન્દ્રભાઈ દવે (પૂર્વ નિયામક, યુનેસ્કો ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન, જર્મની ) ના વરદ હસ્તે તથા શ્રી પુરષોતમ જી. પટેલ (પૂર્વ આચાર્ય, શિક્ષણ મહાવિદ્યાલય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ) અને શ્રી એચ.એસ.કોહલી (એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ, હજીરા) ની ઉપસ્થિતિમાં તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૦૬ ના રોજ ઉદઘાટન થયું.
આર.ડી.ધાએલ કુમારભવનમાં આવેલ ગ્રંથાલય નો ઉપયોગ ફકત તે શાળા ના વિદ્યાર્થીઓ, આચાર્યો, શિક્ષકો પુરતો સીમિત ન રહેતા તમામ ભવનોની શાળાઓના વિદ્યાર્થીઓ, આચાર્યો, શિક્ષકો તથા કર્મચારીઓને મળે તે હેતુથી તેમજ વિદ્યાર્થીઓમાં વાંચનભૂખ વધે અને વાંચન માટે લગની લાગે તેવા હેતુથી ગ્રંથાયલ સાથેનું આ સંસાધન કેન્દ્ર એજ જીવનભારતીની સેન્ટ્રલ (મધ્યસ્થ ) લાયબ્રેરી છે.