મો. વ. બુનકી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી

2023-08-17T05:10:00+09:00

જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સુહાસ ભાઈ ફ્રુટવાલા તથા શાલીનીબેન દેસાઈ બાળકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા.નર્સરી અને જુનિયર.કે. જીના બાળકો દેશનેતા બનીને આવ્યા હતા. તથા સિનિયર કે.જીના બાળકોએ દેશભક્તિ ગીત નૃત્ય દ્વારા રજુ કર્યું હતું,બાળકોના મનમાં સ્વતંત્રતાનો તાજ,શબ્દોમાં સ્વછતા નો નાદ તથા હૃદયમાં ભારતના વીર જવાનો ના બલિદાનના ગૌરવનો અવાજ હતો આ સમગ્ર કાર્યક્રમ બાળભવન પરિવાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો.

મો. વ. બુનકી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી2023-08-17T05:10:00+09:00

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

2023-08-15T13:08:05+09:00

જીવનભારતી મંડળ આયોજિત ૭૭મા સ્વાતંત્ર્ય પર્વ નિમિતે દિનાંક ૧૫.૦૮.૨૦૨૩ના રોજ પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના પટાંગણમાં સુરતના ખ્યાતનામ ડૉ. નિર્મલ ચોરારિયાના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. આં દ્વારા પ્રતિજ્ઞા પરેડ, રાષ્ટ્રગીત, ઝંડાગીત અને નારાઓના બુલંદ અવાજ સાથે રાષ્ટ્રધ્વજને સન્માન આપવામાં આવ્યું. મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત સાહેબે મહેમાનશ્રીનો પરિચય આપ્યો. તેમજ ડૉ. નિર્મલ ચોરારિયા સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું. "૧૫ અગસ્ત હૈ હમેં પ્યારા"  ગીતથી જીવનભારતીનું પટાંગણ ગુંજી ઉઠયું. સાથે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમજ ધોરણ ૧૦ અને ૧૨માં "A"  ગ્રેડ પ્રાપ્ત કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી સન્માન આપવામાં આવ્યું. પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ અભિનય ગીત

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી2023-08-15T13:08:05+09:00

તારામોતી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી

2023-08-15T12:40:12+09:00

તા ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન માં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને દેશને કાજે પ્રાણ ન્યોછાવર કરનાર દેશભક્ત વીરો ની ગાથા સમજાવવામાં આવી. આ સાથે જ તિરંગા ના ત્રણ રંગો શું સૂચવે છે? તેની સમજ આપવામાં આવી. વિવિધ રાષ્ટ્રીય પ્રતીકોનો પરિચય આપવામાં આવ્યો હતો .જયાં મનમાં સ્વતંત્રતાનો સાદ, શબ્દોમાં વિશ્વાસ નો રણકાર, હૃદયમાં ભારતના ગૌરવના ગાન છે.

તારામોતી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી2023-08-15T12:40:12+09:00

STUDENT INNOVATION FEST – 2023

2023-08-14T19:33:58+09:00

રાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાનભારતીની ગુજરાત પ્રાંતની સંસ્થા - વિજ્ઞાનગુર્જરી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજિત વિજ્ઞાન વિષય વાર્તાલાપ કાર્યક્રમ અંતર્ગત આપણી શાળા શ્રીમતી વી. બી. એન. શાહ જીવનભારતી ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યશ્રી પિંકીબેન જે. માળી અને શિક્ષકશ્રી સંજયભાઈ ભીખાભાઈ બોસમિયાની પસંદગી થયેલ હતી. આ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૦/૦૮/૨૦૨૩ના રોજ આચાર્યશ્રી પિંકીબેન જે. માળી દ્વારા વી. બી. એન. શાહ જીવનભારતી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ-૧૧ વિજ્ઞાનપ્રવાહના કુલ ૧૧૦ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રાણીસૃષ્ટિ વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ હતું. પ્રાણીસૃષ્ટિના વિવિધ લક્ષણો અને વિવિધ સમુદાયો વિશે ખૂબ સુંદર માહિતી રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષકશ્રી સંજયભાઈ ભીખાભાઈ બોસમિયા દ્વારા અવકાશ વિજ્ઞાનની સફરે - ચંદ્રયાન-૩ વિષય પર પોતાનું વક્તવ્ય શ્રીમતી ત. વ. જરીવાલા કુમાર વિદ્યાલયમાં ૨૭૩ વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં

STUDENT INNOVATION FEST – 20232023-08-14T19:33:58+09:00

કાવ્યમં મધુરમ્

2023-08-14T19:29:27+09:00

જીવનભારતી મંડળના ૭૮મા સ્થાપના દિન નિમિત્તે "કાવ્યમં મધુરમ્" ના શીર્ષક હેઠળ કવિશ્રી વિનોદ જોશી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં. શ્રી વિનોદભાઈ જોશી તેમના તળપદા ગીતો માટે ખુબ જ લોકપ્રિય છે. તેમના ગીતોમાં ગ્રામ્ય જીવનની ઝાંખી જોવા મળે છે. અને એ જ પોતીકા લહેકા સાથે લોકઢાળમાં ગીતની પ્રસ્તુતિ કરી..."સખી મારો સાહ્યબો સુતો" ગીત માણતા શ્રોતાઓ રસતરબોળ બન્યાં. ભાષાસજ્જતા, વરિયાર્થ, ગુઢાર્થ તેમજ વિવિધ કલ્પનો રજુ કરી તેમણે ભાવકોના ભાવ જગતને ધન્ય બનાવ્યું. સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે શ્રી રશ્મિ ઝાની સર્જક કેન્દ્રી રૂપરેખા નાવીન્યપૂર્ણ અને ધ્યાનાકર્ષક રહી. શ્રી સુનીલ રેવરના માર્ગદર્શન હેઠળ થયેલ ગીતની પ્રસ્તુતિ મનભર રહી. શૈલજા ઉપાધ્યાય અને હીર મહેતા દ્વારા શ્રી વિનોદભાઈ જોશીના કાવ્યનું પઠન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સોનલ સુરતી દ્વારા કરવામાં આવ્યું.

કાવ્યમં મધુરમ્2023-08-14T19:29:27+09:00

MIKE & YOU

2023-04-29T15:07:20+09:00

ધોરણ 4( 10 વર્ષથી)થી ઉપરના વિદ્યાર્થીઓ.......પરીક્ષા પૂરી થાય અને વેકેશન શરૂ થાય એ વચ્ચેના સમયમાં કશુંક એટલું નક્કર મેળવીએ કે જેથી વેકેશન વધુ રસપ્રદ બને! મોબાઈલ વિના પણ!💐 આમાં જોડાનાર વિદ્યાર્થીઓ સાથે અમે( હું અને મારા આ વિદ્યાર્થીઓ) કેટલીક ચોક્કસ ડીલ કરીએ છીએ. દા.ત. 1)આ દરમિયાન તમે જંક ફૂડ બિલકુલ જ નહિ ખાઈ શકો. 2)ઉનાળો છે , છતાં ફ્રીઝ નું પાણી કે બરફ નહિ લઇ શકો. 3)રોજ મીનીમમ બે વ્યક્તિની સાચી પ્રશંસા એનો અનુકૂળ સમય પૂછી ને , વ્યવસ્થિત પહોંચે એમ કરશો. 4) સ્કૂલ ચાલુ નથી , પણ તમે પરફેક્ટ યુનિફોર્મ માં જ આવશો.( રેકોર્ડ છે, આજ સુધી કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય ટોકવું નથી પડ્યું) 5) તમારી પાસે પુષ્કળ કામ કરાવવામાં આવશે...બીજાઓ કરતાં તમે વધારે વ્યસ્ત હશો, અને થશો..પણ યસ...તમે મસ્ત હશો. ખુશ હશો...આ

MIKE & YOU2023-04-29T15:07:20+09:00

પદવી દાન સમારંભ

2023-04-08T12:41:52+09:00

જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી બાળભવન માં પદવી દાન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું,બાળકોએ શીવ સ્તુતિની પ્રાર્થના નૃત્યાત્મક રીતે રજૂ કરી,મંડળ નાં અધ્યક્ષ શ્રી ભાનુભાઇ વિવિધ ભવન નાં આચાર્યા શ્રી, નિરીક્ષકશ્રી, વાલીશ્રી નાં વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.બાળકો એસંગીત શિક્ષક શ્રી નૈનેશ ભાઈ સાથે શાળા ગીત રજૂ કર્યું, વર્ષ દરમ્યાન થતી સ્કેટિંગ, કરાટે, જીમનાસ્ટિક, યોગની પ્રવૃત્તિઓનું યોગ્ય રીતે હેમીબેન, કામિની બેન ઘ્વારા પ્રદર્શન કર્યું આ કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપસ્થિતિ તરીકે શ્રી અભિષેકભાઈ બુનકી (બિઝનેસ મેન )અને શ્રી જાનવી બેન શ્રોફ (ભૂત પૂર્વ વિદ્યાર્થીની )પધાર્યા હતાં.સિનિયર કે. જી નાં બાળકોને પદવી આપવામાં આવી, હિતાંશ ચોખાવાળા,અલીઝાબાનુ, સાન્વી શાહ, રેયાંશ ડાભેલીયા, વિરાટ રાણા એ શાળા માટે પોતાના વિચારો અભિવ્યકત કર્યા હતાં,શ્રેષ્ઠ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને શાળાના અધ્યક્ષ શ્રી ભાનુભાઈ, મંત્રીશ્રી કેતનભાઇ,શ્રી અજીતભાઈ,મહેમાન શ્રી વિવિધ ભવન ના આચાર્યશ્રીઓ

પદવી દાન સમારંભ2023-04-08T12:41:52+09:00

જીવનભારતીનું ગૌરવ

2023-03-10T18:22:34+09:00

જીવનભારતી મંડળ તરફથી દિલ્હી સાહિત્ય અકાદમી ટ્રાવેલ ગ્રાન્ટ યોજના અંતર્ગત  યુવા સર્જક શ્રી રશ્મિબેન ઝા પસંદગી પામ્યા. તેમને થયેલ મુલાકાત મરાઠી સાહિત્યનો પ્રવાહ અને એના સ્વરૂપને સમજવા માટે ઘણી મદદરૂપ રહી. તેમને વ્યવસાયે કલેકટર પરંતુ આત્માથી સાહિત્યકાર એવા વ્યક્તિ વિશેષને મળવાનું થયું.

જીવનભારતીનું ગૌરવ2023-03-10T18:22:34+09:00

વાર્ષિકોત્સવ “Festa of Joy”

2023-03-06T14:48:34+09:00

બાળકોમા રહેલી આંતરિક શક્તિ ને ઉજાગર કરવા તથા તેમના સર્વાંગી વિકાસના હેતુ અર્થે પ્રોત્સાહન પૂરું પાડવાના શ્રેષ્ઠ પ્રયત્નો સાથે જીવનભારતી મંડળ સંચાલિત Special Education, English Medium and NIOS  દ્રારા તા. 27-02-23 સોમવારના રોજ Special Education, English Medium અને NIOS ભવન નો "festa of joy" કલાભિવ્યકિત દર્શાવતો ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના મંત્રીશ્રી ડો. કેતનભાઈ શૈલત તથા શ્રી અજીતભાઈ શાહ સહિત અન્ય મહાનુભાવો, અન્ય ભવનો ના આચાર્યાશ્રીઓ, શિક્ષકો તથા સેવક ભાઈ-બહેનો અને વાલીશ્રીઓ એ ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહને વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વાર્ષિકોત્સવ “Festa of Joy”2023-03-06T14:48:34+09:00

વાર્ષિકોત્સવ “નરસિંહ થી નર્મદ સુધી”

2023-03-06T16:39:31+09:00

સર્વાંગી કેળવણીના મૂળમંત્ર ને વરેલી સંસ્થા જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી  પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન દ્વારા પ્લેટિનમ જયુબિલી મહોત્સવ "સાહિત્યમૃતમ" અંતર્ગત ગુજરાતી સાહિત્ય અને સંગીત દ્વારા માતૃભાષાના સાહિત્યિક વારસાને જાળવવા "નરસિંહ થી નર્મદ સુધી"ની ઝાંખી વિશ્વ માતૃભાષા ગૌરવ દિન નિમિત્તે પ્રસ્તુતિનો અનેરો સંયોગ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં નરસૈયાની શ્રદ્ધા ,ઝવેરચંદ મેઘાણીની ખુમારી અવિનાશ વ્યાસની જીવનની ફિલસૂફી સાથે મીરાબાઈ અને ગૌરાકુભારની ભક્તિ અને સુરતના પનોતાપુત્ર નર્મદની ખુદારી બાળ પુષ્પો એસુંદર રીતે મંચ ઉપર અભિવ્યક્ત કરી હતી. વિડીયો ગેલેરી

વાર્ષિકોત્સવ “નરસિંહ થી નર્મદ સુધી”2023-03-06T16:39:31+09:00
Go to Top