જીવનભારતી મંડળના ૭૮મા સ્થાપના દિન નિમિત્તે “કાવ્યમં મધુરમ્” ના શીર્ષક હેઠળ કવિશ્રી વિનોદ જોશી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં. શ્રી વિનોદભાઈ જોશી તેમના તળપદા ગીતો માટે ખુબ જ લોકપ્રિય છે. તેમના ગીતોમાં ગ્રામ્ય જીવનની ઝાંખી જોવા મળે છે. અને એ જ પોતીકા લહેકા સાથે લોકઢાળમાં ગીતની પ્રસ્તુતિ કરી…”સખી મારો સાહ્યબો સુતો” ગીત માણતા શ્રોતાઓ રસતરબોળ બન્યાં. ભાષાસજ્જતા, વરિયાર્થ, ગુઢાર્થ તેમજ વિવિધ કલ્પનો રજુ કરી તેમણે ભાવકોના ભાવ જગતને ધન્ય બનાવ્યું. સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે શ્રી રશ્મિ ઝાની સર્જક કેન્દ્રી રૂપરેખા નાવીન્યપૂર્ણ અને ધ્યાનાકર્ષક રહી. શ્રી સુનીલ રેવરના માર્ગદર્શન હેઠળ થયેલ ગીતની પ્રસ્તુતિ મનભર રહી. શૈલજા ઉપાધ્યાય અને હીર મહેતા દ્વારા શ્રી વિનોદભાઈ જોશીના કાવ્યનું પઠન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સોનલ સુરતી દ્વારા કરવામાં આવ્યું.