ધોરણ 4( 10 વર્ષથી)થી ઉપરના વિદ્યાર્થીઓ…….પરીક્ષા પૂરી થાય અને વેકેશન શરૂ થાય એ વચ્ચેના સમયમાં કશુંક એટલું નક્કર મેળવીએ કે જેથી વેકેશન વધુ રસપ્રદ બને!
મોબાઈલ વિના પણ!💐

આમાં જોડાનાર વિદ્યાર્થીઓ સાથે અમે( હું અને મારા આ વિદ્યાર્થીઓ) કેટલીક ચોક્કસ ડીલ કરીએ છીએ.
દા.ત.
1)આ દરમિયાન તમે જંક ફૂડ બિલકુલ જ નહિ ખાઈ શકો.
2)ઉનાળો છે , છતાં ફ્રીઝ નું પાણી કે બરફ નહિ લઇ શકો.
3)રોજ મીનીમમ બે વ્યક્તિની સાચી પ્રશંસા એનો અનુકૂળ સમય પૂછી ને , વ્યવસ્થિત પહોંચે એમ કરશો.
4) સ્કૂલ ચાલુ નથી , પણ તમે પરફેક્ટ યુનિફોર્મ માં જ આવશો.( રેકોર્ડ છે, આજ સુધી કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય ટોકવું નથી પડ્યું)
5) તમારી પાસે પુષ્કળ કામ કરાવવામાં આવશે…બીજાઓ કરતાં તમે વધારે વ્યસ્ત હશો, અને થશો..પણ યસ…તમે મસ્ત હશો. ખુશ હશો…આ બધી પ્રવૃત્તિઓ કરી ને.
6) છેલ્લા સેશનમાં બન્ને પેરેન્ટ્સનું સ્વાગત છે. પ્રોમિસ પેરેંટ્સ સૌથી વધુ ખુશ અને ઉત્સુક હોય છે, આ સેશનમાં આવવા માટે,મળવા માટે, પોતાના બાળકના બદલાયેલા વર્તન વિશે કહેવા માટે, અને એમની પ્રમાણિક પ્રતિભાને સાંભળવા, જાણવા માટે!
#અમે ફિક્સ સંખ્યામાં જ એડમિશન આપી શકીએ છીએ, જેથી મને પોતાને પણ કાર્ય & પરિણામ નિષ્પત્તિ નો સંતોષ મળે.
મળીએ……
Sinciarly yours
Rashmi Jha

#વાત_મુદ્દાની!

૧) જો તમને તમારું બાળક અચાનક મોબાઈલની જગ્યાએ બ્રેક ટાઈમમાં તમારા કિચનની ચમચી વાટકા ગણતું અને ગીઠવતું જોવા મળે તો એ આ ટ્રેનિંગ નું બોનસ હશે.
૨) આજ સુધી કપડાં જ્યાં ત્યાં નાખીને ચાલી નીકળતું બાળક જો તમને બ્રેક ટાઈમમાં જાતે જ પોતાના કપડાં અને ચોપડા વ્યવસ્થિત ગોઠવતું દેખાય તો સમજજો એ આ ટ્રેનિંગ નું બોનસ છે.
૩) અચાનક સવારે દોરડા કૂદતું અને કસરત કરતું જોવા મળે તો સમજજો આ ટ્રેનિંગ નું એ પણ એક બોનસ છે.
૩) અચાનક જ એને ચાઇનીઝ ફૂડ ને મેંદો નથી ખાવો…એવું પણ જો જાહેર કરે, તો પ્લીઝ માની લેજો કેમકે એ અમારી પ્રયોગશાળા નો એક પ્રયોગ હશે!
૪) જો એ નવા કપડાં કે અન્ય શોખ ના ખર્ચાઓ ની ના પાડી દે,તો પ્લીઝ એને બગાડવાની કોશિશમાં ના પડતા..કેમકે આ રાષ્ટ્રની એક મજબૂત આર્મી નો એ એક ખુદ્દાર સૈનિક હશે!

આ આર્મીમાં 30 કેન્ડિડેટ જ લઇ શકાશે.
અને કોઈ પણ માધ્યમ કોઈ પણ ઉમર કોઈ પણ સ્કૂલ ને કોઈ પણ ખૂણેથી…
બસ આ 7 દિવસ આ પ્રયોગમાં કોઈ રજા નહિ જ મળે .એ તૈયારી સાથે…..
સ્નેહાધીન
રશ્મિ ઝા

ઉપરના તમામ મુદ્દાઓ અને એથી વિશેષ દરેક બેચના અનુભવો અને વાલીઓ ના પ્રતિભાવથી પ્રમાણિત છે. ❤️

ખાસ આ તારીખ તમામ ધોરણના વિદ્યાર્થીઓને તક મળે એ માટે જ બદલી છે.