જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી બાળભવન માં પદવી દાન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું,બાળકોએ શીવ સ્તુતિની પ્રાર્થના નૃત્યાત્મક રીતે રજૂ કરી,મંડળ નાં અધ્યક્ષ શ્રી ભાનુભાઇ વિવિધ ભવન નાં આચાર્યા શ્રી, નિરીક્ષકશ્રી, વાલીશ્રી નાં વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.બાળકો એસંગીત શિક્ષક શ્રી નૈનેશ ભાઈ સાથે શાળા ગીત રજૂ કર્યું, વર્ષ દરમ્યાન થતી સ્કેટિંગ, કરાટે, જીમનાસ્ટિક, યોગની પ્રવૃત્તિઓનું યોગ્ય રીતે હેમીબેન, કામિની બેન ઘ્વારા પ્રદર્શન કર્યું આ કાર્યક્રમમાં વિશિષ્ટ ઉપસ્થિતિ તરીકે શ્રી અભિષેકભાઈ બુનકી (બિઝનેસ મેન )અને શ્રી જાનવી બેન શ્રોફ (ભૂત પૂર્વ વિદ્યાર્થીની )પધાર્યા હતાં.સિનિયર કે. જી નાં બાળકોને પદવી આપવામાં આવી, હિતાંશ ચોખાવાળા,અલીઝાબાનુ, સાન્વી શાહ, રેયાંશ ડાભેલીયા, વિરાટ રાણા એ શાળા માટે પોતાના વિચારો અભિવ્યકત કર્યા હતાં,શ્રેષ્ઠ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને શાળાના અધ્યક્ષ શ્રી ભાનુભાઈ, મંત્રીશ્રી કેતનભાઇ,શ્રી અજીતભાઈ,મહેમાન શ્રી વિવિધ ભવન ના આચાર્યશ્રીઓ તેમજ બાળ ભવન ના આચાર્યશ્રીના વરદ હસ્તેશિલ્ડ એનાયત કરવામાં આવ્યા,નર્સરીના મિહાન વસાવાડા નાના નરેન્દ્ર ભાઈ જુનિયર કેજી માં વૃદ્ધિ પારેખ ના પિતા શ્રી ચિરાગભાઈ તથા સિનિયર કેજી માં સાનવી શાહ ના પિતાશ્રી સમીરભાઈ શાહ એ પોતાના પ્રતિભાવો આપ્યા હતા,રેશ્માબેને શ્રી જાનવી બેન શ્રોફ નો અને દીપા બેને શ્રી અભિષેક ભાઈ બુનકી નો પરિચય આપ્યો હતો,કાર્યક્રમનાં અંત માં આભાર વિધિ શ્રી અંજુબેન તાંદલેકરે સંપન્ન કરી,ઉદ્ઘષિકા તરીકે ગાયત્રીબેને કાર્ય સાંભળ્યું હતું, કાર્યક્રમનાં અંત માં રાષ્ટ્ર ગીત ગાઈ ને છુટા પડ્યા.સમગ્ર પદવી દાન સમારંભ નો કાર્યક્રમ આચાર્યા શ્રી રચના બેન ચોખાવાળાનાં માર્ગદર્શન હેઠળ બાળ ભવન પરિવારે પુર્ણ કર્યો.