રાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાનભારતીની ગુજરાત પ્રાંતની સંસ્થા – વિજ્ઞાનગુર્જરી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજિત વિજ્ઞાન વિષય વાર્તાલાપ કાર્યક્રમ અંતર્ગત આપણી શાળા શ્રીમતી વી. બી. એન. શાહ જીવનભારતી ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યશ્રી પિંકીબેન જે. માળી અને શિક્ષકશ્રી સંજયભાઈ ભીખાભાઈ બોસમિયાની પસંદગી થયેલ હતી.
આ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૦/૦૮/૨૦૨૩ના રોજ આચાર્યશ્રી પિંકીબેન જે. માળી દ્વારા વી. બી. એન. શાહ જીવનભારતી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ-૧૧ વિજ્ઞાનપ્રવાહના કુલ ૧૧૦ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રાણીસૃષ્ટિ વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ હતું. પ્રાણીસૃષ્ટિના વિવિધ લક્ષણો અને વિવિધ સમુદાયો વિશે ખૂબ સુંદર માહિતી રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષકશ્રી સંજયભાઈ ભીખાભાઈ બોસમિયા દ્વારા અવકાશ વિજ્ઞાનની સફરે – ચંદ્રયાન-૩ વિષય પર પોતાનું વક્તવ્ય શ્રીમતી ત. વ. જરીવાલા કુમાર વિદ્યાલયમાં ૨૭૩ વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-૩નું મહત્વ અને તેની કામગીરી તથા તેના મુખ્ય ઉદ્દેશોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વિજ્ઞાન વિષય વાર્તાલાપના આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૮૫થી વધુ તજજ્ઞોએ ભાગ લીધો હતો અને ૩૫૦૦૦થી વધુ બાળકો જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા એક વિશ્વ રેકોર્ડ આપવામાં આવ્યો હતો.