
ગાંધી મેળો
સહર્ષ જણાવવાનું કે, જીવનભારતી મંડળ પ્રતિ વર્ષ કોઈક નવા વિષયને કેન્દ્રમાં રાખી સર્જનાત્મક વાર્ષિકોત્સવ ઊજવતું રહે છે. આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીને લક્ષમાં રાખી વર્તમાન તથા ભાવિ પેઢી બાપુને નજીકથી જાણે, સમજે અને મોહનથી મહાત્મા સુધીની સફરના વિવિધ પાસાઓમાં પ્રવેશે એ હેતુથી અમે ત્રિદિવસીય કાર્યક્રમ – ગાંધી મેળાનું આયોજન કર્યું હતું. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દરરોજ સાંજે સાંસ્કૃતિક મંચનું આયોજન કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો ગાંધીજીને કેન્દ્રમાં રાખીને કલાની પ્રસ્તુતિ થઇ હતી.
ગુરૂવાર ૨૧ નવેમ્બર ૨૦૧૯ ના રોજ બપોરે ૩.૩૦ થી સાંજે ૪ ના સમયગાળા દરમિયાન રંગભવન ખાતે ધોરણ ૬ થી ૮ ના પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ કવિ અને ડૉ. વિવેક ટેલરની ઉપસ્થિતિમાં ગાંધી ગીતો અને નાટક પ્રસ્તુતિ થઇ હતી.
ગુરૂવાર, તા. ૨૧ નવેમ્બર ૨૦૧૯ ના રોજ રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ ના સમયગાળા દરમિયાન રંગભવન ખાતે મંત્રીશ્રી (ગુજરાત રાજ્ય) ઈશ્વરસિંહ પટેલ અને ડૉ. મુકુલ ચોકસીની ઉપસ્થિતિમાં કલાકારશ્રી ઉદય મઝુમદાર દ્વારા સંગીત સંધ્યા યોજાયો હતો.
શુક્રવાર ૨૨ નવેમ્બર ૨૦૧૯ ના રોજ સવારે ૧૧ થી બપોરે ૧ના સમયગાળા દરમિયાન રંગભવન ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી યતીશ પારેખની ઉપસ્થિતિમાં આંતરશાળા શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા યોજાયો હતો.
શુક્રવાર ૨૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ બપોરે ૨ થી ૩ના સમયગાળા દરમિયાન પ્રવૃત્તિ પ્રાથમિક હોલ ખાતે ગાંધી વિચાર અનુયાયી ડૉ. કેતન ઝવેરીની ઉપસ્થિતિમાં પ્રાથમિક વિભાગના ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થિનીઓ માટે AIRIZ દ્વારા સેનેટરી સ્વચ્છતા અભિયાન યોજાયો હતો.
શુક્રવાર ૨૨ નવેમ્બર ૨૦૧૯ ના રોજ બપોરે ૨ થી ૩ ના સમયગાળા દરમિયાન રંગભવન ખાતે ધોરણ ૧ થી પ ના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દાતાશ્રી પંકજ કાપડિયાની ઉપસ્થિતિમાં ગાંધીજીવન પરિવેશ અને માઈમ નો કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
શુક્રવાર ૨૨ નવેમ્બર ૨૦૧૯ ના રોજ બપોરે ૩ થી ૪ ના સમયગાળા દરમિયાન રંગભવન ખાતે ધોરણ ૬ થી ૮ ના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ અને વાલી મંડળ માટે આર્કિટેક્ટ શ્રી બિનીતા પંડ્યાની ઉપસ્થિતિમાં ક્વીઝ સ્પર્ધા યોજાયો હતો.
શુક્રવાર ૨૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ સાંજે ૪.૩૦ થી ૫ના સમયગાળા દરમિયાન પંકજ કાપડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યુનિસેફ પ્રતિનિધિ દ્વારા સંવાદનું આયોજન કરવામાં આવશે.