ભારતીય ભાગીતળ સાહિત્ય સંસ્કૃતિને ઉજાગર રાખવા જીવનભારતી સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. તે અંતર્ગત તા. ૧૩.૦૨.૨૦૨૩ થી તા. ૨૨.૦૨.૨૦૨૩ દરમિયાન “સાહિત્યામૃતમ” શીર્ષક હેઠળ સંસ્થાના વિવિધ ભવનોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં “રાષ્ટ્રીય શાયર” ની ઉપમા પામેલા અને ગુજરાતી ભાષાને ગૌરવાન્વિત કરવામાં જેમણે કલમને પોતાનું જીવન સમર્પિત કર્યું એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની રચનાઓની નૃત્યરૂપે પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આચાર્યાશ્રી નિમિષા નાયક અને નિરીક્ષકશ્રી મૃગા વજીરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના ૪૦૦ જેટલા વિધ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.