National Pharmacovigilance Week 2023-આરોગ્ય અને કુટુંબ મંત્રાલય ,ભારત સરકાર અંતર્ગત આપણી શાળાના આરોગ્ય સમિતિ દ્વારા આયોજિત “દવાઓની આડ અસરો અંગે સતર્કતા” કાર્યક્રમનુ આયોજન આજરોજ તા. 20/9/ 2023 રંગભવનમાં કરવામાં આવ્યું હતું. જેમાં મા. વિભાગમાંથી ધો.9 ના હેલ્થકેર વિષય તેમજ ઉ. મા. વિભાગના વિજ્ઞાનપ્રવાહના તમામ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. વિષયના મુખ્ય વક્તા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સુરત.ના ફાર્મેકોલોજી વિભાગના કો-ઓર્ડીનેટર ડો.મયુરભાઈ ચૌધરી અને ડેપ્યુટી કો-ઓર્ડીનેટર ડો. નૃપલબેન પટેલ અને અન્ય પ્રાધ્યાપક ચિકિત્સકમિત્રો ડો.રાહુલભાઈ ચૌધરી અને ડો.નેહાબેન પટેલ દ્વારા ખૂબ રસપ્રદ માહિતી જેવી કે… દવાની યોગ્ય માત્રા,દવાઓની આડઅસરોના ચિન્હો તેમજ આ આડઅસરો ની જાણ કોને કોને કરી શકાય વગેરે મુદ્દાઓને સામેલ કર્યા હતા. જેથી વિદ્યાર્થીઓ જાગ્રત બની શકે.
આયોજક : શ્રી રંજનાબેન
શ્રી રીતેષભાઈ
શ્રી રીનાબેન
શ્રી નિમિષાબેન
શ્રી નિધીબેન