શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી હાઈસ્કૂલમાં 1/9/2023 થી 15/9/2023 સુધી સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત થયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થી અને શિક્ષકો માટે ઇનામવીતરણ કાર્યક્રમ આજરોજ રંગભવનમાં રાખવામાં આવ્યો હતો. વિજેતા થનાર 49 વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડો. કેતનભાઈ સેલત સરે વિદ્યાર્થીઓને જીવનમાં સ્વરછતાનું મહત્વ સમજાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી પિન્કીબેન માળીએ વિદ્યાર્થીઓને સ્વતછતા અંગેના શપથ લેવડાવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અનિતાબેન પટેલએ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીમંડળના સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.લોટસ બોટલ આર્ટના ફાઉન્ડર શ્રી મનીષભાઈ વ્યાસ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ચિત્ર,નિબંધ,પોસ્ટર જેવી વિવિધ સ્પર્ધા માટેનું એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા બદલ જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડો. કેતનભાઈ સેલત સરે સ્વચ્છતા પખવાડિયાના કન્વિનર શ્રીમતી ફેહમીદા મુલ્લા અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.