માર્ગ સલામતી – ટ્રાફિક એજ્યુકેશન – જનજાગૃતિ ૨૦૨૩-૨૪
jbm2023-08-22T16:31:35+09:00કાર્યક્રમનો હેતુ : વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાહનચાલકો (ડ્રાઇવરો) માં "માર્ગ સલામતી"ની ભાવના પ્રબળ બને તથા ટ્રાફિકના નિયમોની જાણકારી - એજ્યુકેશન મળી રહે. ટ્રાફિકના નિયમોની સંપૂર્ણ જાણકારીથી નવી યુવા પેઢી વાકેફ થાય તથા રોડ અકસ્માતોથી જાનહાનિ ઘટે. ભારત સરકારના "મેરી માટી, મેરા દેશ" અંતર્ગત પરિપત્ર નંબર-૫૨૦૮ મુજબ ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ, સુરત આર.ટી.ઓ. [પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારશ્રીની કચેરી, સુરત (પાલ)] દ્વારા માર્ગ સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની મધુર શરૂઆત જીવનભારતી કુમારભવનના પ્રાર્થના વૃંદ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના વક્તા દ્વારા માર્ગ સલામતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ppt દ્વારા સુંદર રજૂઆત અને જરૂર જણાય ત્યાં વિડિયો દ્વારા માહિતી પૂરી પાડવામાં વિવિધ વિદ્યાર્થીઓની મદદ લઈને માર્ગ ઉપર પગે ચાલવાની અને વાહન ચલાવવાની યોગ્ય રીત દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત અકસ્માત નિવારણ અંગે યોગ્ય ઉદાહરણ