સ્વચ્છતા વિશે માર્ગદર્શન

2021-09-08T19:27:09+09:00

સ્વચ્છતા પખવાડા અંતર્ગત આજ રોજ બુઘવારે હાથ-પગ ની સ્વચ્છતા, શરીરની સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, શાળામાં પાણી નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું, પાણીથી થતા રોગો વિશે સમજુતી આપવામાં આવી. પાણીની સંભાળ વિશે માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યકમમાં શાળાના શિક્ષકશ્રી બાબુભાઈ, અરુણભાઈ, દામિનીબેન, નિમિષાબેન તથા બાળશિક્ષક શ્રીપલકબેને ભાગ ભજવ્યો હતો.

સ્વચ્છતા વિશે માર્ગદર્શન2021-09-08T19:27:09+09:00

ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન સ્પર્ધા

2021-09-08T16:49:57+09:00

સ્વચ્છતા પખવાડા અંતર્ગત તા. ૦૬/૦૯/૨૦૨૧ અને તા. ૦૭/૦૯/૨૦૨૧ નાં રોજ અમારી શાળામાં ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન જેવી વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓનાં ફોટોગ્રાફ્સ.....

ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન સ્પર્ધા2021-09-08T16:49:57+09:00

ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ

2021-09-04T16:49:09+09:00

તારીખ -૦૪/૦૯/૨૧ થી ૦૫/૦૯/૨૧ સ્વછતા પખાવડા ની ઉજવણી અંતર્ગત “ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ" સંદર્ભે શનિવાર અને રવિવારનાં રોજ પોસ્ટરો અને પેમ્પલેટ બાળકો પાસે બનાવી ચોટાડવામાં આવ્યા. જળ સંરક્ષણ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ2021-09-04T16:49:09+09:00

સમુદાય જાગૃતિ દિવસ

2021-09-03T19:24:35+09:00

સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતર્ગત આજરોજ તા. ૩-૯-૨૦૨૧ ને શુક્રવારનાં દિવસે 'સમુદાય જાગૃતિ દિવસ' સંદર્ભે રસીકરણની થીમનો પ્રચાર કરવામાં આવ્યો તથા એક સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને રસીકરણનું મહત્વ સમજાવી, તેઓને તેમના પરિવાર, સગાસંબંધી અને આજુબાજુનાં પાડોશીઓને રસીકરણનું મહત્વ સમજાવવાનુંકહેવામાં આવ્યું.

સમુદાય જાગૃતિ દિવસ2021-09-03T19:24:35+09:00

સ્વચ્છતા જાગૃતિ દિવસ

2021-09-04T16:29:38+09:00

સ્વચ્છતા જાગૃતિ દિવસ તા. ૦૧ થી ૧૫, સપ્ટેમ્બર-૨૦૨૧ દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતગર્ત આજ રોજ તા. ૦૨-૦૯-૨૦૨૧ના ગુરૂવારના દિવસે ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ' સંદર્ભે અમારી શળામાં બાળકોને પ્રેરણાત્મક પ્રવચન અને હાથની સફાઈ કેવી રીતે કરવી તે, તેનું મહત્વ અમારી શાળાના શિક્ષિકાશ્રી દામિનીબેન પટેલ દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું. શાળાની દરેક ભૌતિક સુવિધા અતગર્ત સ્વચ્છતા સુવિધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જ્યાં ચૂક જણાય ત્યાં સુધારાલક્ષી પગલાં લેવામાં આવ્યાં. શાળાની પાણીની સુવિધા, જળસંચયન પ્રણાલી, શૌચાલય, રસોડું, વર્ગખંડો, પંખા, દરવાજા વગેરે તમામ બાબતોની ચકાસણી કરતાં કોઈ ચૂક જણાય નથી. આ તમામ સર્વેક્ષણ સંદર્ભે ફોટોગ્રાફ રજુ કરેલ છે. આ સમગ્ર કામગીરીમાં શાળાના શિક્ષકશ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી અરૂણભાઈ પરમાર અને શ્રી દામિનીબેન પટેલે મહત્વની કામગીરી કરી હતી.

સ્વચ્છતા જાગૃતિ દિવસ2021-09-04T16:29:38+09:00

સ્વચ્છતા પખવાડી અભિયાન

2021-09-04T15:57:35+09:00

સ્વચ્છતા પખવાડા અતંગર્ત શપથવિધિ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ માં “સ્વચ્છતા પખવાડા” ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે. જે અંતગર્ત અમારી શાળા જીવનભારતી કુમારભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા ૦૧-૦૯-૨૦૨૧ થી તા. ૧૫-૦૯-૨૦૨૧ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા પખવાડાની  ઉજવણી કરનાર છે.જેમાં આજે પ્રથમ દિવસે શાળામાં હાજર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે કોવિડ–૧૯ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને સામાજિક-અંતર જાળવવું, હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવા અંગે શપથ લેવડાવામાં આવ્યાં. આ કાર્યક્રમનું આયોજન કરનાર શિક્ષકશ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી અરૂણભાઈ પરમાર અને શ્રી દામિનીબેન પટેલ હતાં.

સ્વચ્છતા પખવાડી અભિયાન2021-09-04T15:57:35+09:00

★कृष्णम वंदे जगदगुरूम ★

2021-09-04T15:59:06+09:00

તા. ૨૮/૦૮/૨૦૨૧, દિન શનિવારના રોજ જન્માષ્ટમી નિમિત્તે ★कृष्णम वंदे जगदगुरूम ★ શીર્ષક હેઠળ કદાચિત પ્રથમવાર અથવા તો ઘણાં લાંબા સમય પછી સમગ્ર જીવનભારતી મંડળ - તમામ શાખાઓ - સંગીત ભવન, બાળભવન, પ્રાથમિક, માધ્યમિક ના સંગીત શિક્ષકો પોતાની કલાસાધના એક કલાકાર તરીકે પણ અને સાથે જ શિક્ષક તરીકે પણ આ રંગભવનના મંચ પર પ્રસ્તુત થયુ !

★कृष्णम वंदे जगदगुरूम ★2021-09-04T15:59:06+09:00

જીવનભારતી મંડળ દ્વારા ૭૫મા સ્વતંત્રતાદિનના અમૃતમહોત્સવની ઉજવણી

2021-08-17T16:36:31+09:00

જીવનભારતી મંડળ દ્વારા દેશના ૭૫મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી. શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી ( ટાઉન પ્લાનિંગ ઓફિસર, સુ.મ.ન.પા.)ના વરદ્ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પાવન પ્રસંગે જીવનભારતી મંડળના હોદેદારશ્રીઓ શ્રી ભરતભાઈ શાહ, શ્રી ભાનુકુમાર શાહ, ડૉ. બિપીનભાઈ દેસાઈ, ડૉ. પ્રજ્ઞેશભાઈ જોષી, ડૉ. કેતનભાઈ શેલત, શ્રી અજિતભાઈ શાહ, શ્રી હરેશભાઈ જરીવાલા, શ્રી અમિતભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે શૈક્ષણિક સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરી શુભકામના પાઠવી. ઈ. ચા. આચાર્યાશ્રી ભામિનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો.

જીવનભારતી મંડળ દ્વારા ૭૫મા સ્વતંત્રતાદિનના અમૃતમહોત્સવની ઉજવણી2021-08-17T16:36:31+09:00

આદ્યસ્થાપક શ્રીની ૧૧૭મી જન્મજયંતી ઉજવણી

2021-07-23T15:24:08+09:00

શાળાના આદ્યસ્થાપક શ્રી ચંદ્રવદન ચુનીલાલ શાહની ૧૧૭મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

આદ્યસ્થાપક શ્રીની ૧૧૭મી જન્મજયંતી ઉજવણી2021-07-23T15:24:08+09:00
Go to Top