બાલ ઉર્જા રક્ષક દલ પ્રોગ્રામ

2021-11-27T14:43:49+09:00

જીવનભારતી કિશોરભવન, ઉચ્ચ પ્રાથમિક વિભાગ, શ્રેણી: 8 ના વિદ્યાર્થીઓને માટે સુરતના લોકવિજ્ઞાન કેન્દ્ર, CSC - સુરત, GEDA, કલાઇમેંટચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાતના સંયુક્ત ઉપક્રમ દ્વારા સુરત લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર શ્રી કાકડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ: 26/11/2021, શુક્રવારના રોજ રંગભવન ઓડિટોરિયમમાં "બાલ ઉર્જા રક્ષક દલ" પ્રોગ્રામ 2021-2022, કાર્યક્રમ માં ઉપરોક્ત વિષયોનું માર્ગદર્શન આપવામાં આવેલ જેની આ તસવીરો માં દ્રષ્યમાન થતાં જણાય છે.

બાલ ઉર્જા રક્ષક દલ પ્રોગ્રામ2021-11-27T14:43:49+09:00

BACK TO SCHOOL

2021-11-24T16:45:44+09:00

નમસ્કાર, ખૂબ લાંબા સમયના અંતરાલ બાદ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવાની સરકાર શ્રી ની જાહેરાત સાથે જ શાળાના તમામ વર્ગો સેનેટાઈઝર કરવા ઉપરાંત કોવિડ ગાઈડલાઈનના સંપૂર્ણ પાલનની તૈયારી સાથે આશરે 50% હાજરી સાથે શાળામાં આવેલ ભૂલકાઓનું ઢોલ સાથે તેમ જ પરંપરાગત ભારતીય પ્રણાલી અનુસાર કુમકુમ તિલક કરી તેમજ ચોકલેટ થી મોઢું મીઠું કરાવી આચાર્યાશ્રી નિમિષા નાયક તથા નિરીક્ષકશ્રી મૃગા શુક્લ અને સમસ્ત શાળા પરિવાર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. યોગ્ય અંતર જાળવીને બેઠેલા વિદ્યાર્થીઓથી વર્ગખંડો જીવંત બની રહ્યાં.વાર્તા, વાતચીત તથા ગીતગાન સાથે વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે શાળાનો પ્રથમ દિવસ પૂર્ણ કર્યો.આપના સહકાર બદલ આભાર. આચાર્યાશ્રી નિમિષા નાયક નિરીક્ષકશ્રી મૃગા શુક્લ

BACK TO SCHOOL2021-11-24T16:45:44+09:00

સ્કૂલ ચલે હમ …

2021-11-24T15:31:38+09:00

૨૦ માસ બાદના લાંબા કપરા સમયગાળા બાદ ભૂલકાઓનો થનગનાટ, તેમના મોઢા પરનું હાસ્ય, મલકતો ચહેરો જોઇને સ્કૂલ ખીલી ઊઠી. માં સરસ્વતીનું મંદિર ઘંટનાદથી ગાજી ઊઠયું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર અનેરી આભા અને ચમક દેખાઈ આવી. ઇન્ચાર્જ આચાર્યાશ્રી ભામિનીબેન રાવલ તથા શાળા પરિવાર દ્વારા બાળકોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું અને અંતરથી ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો. સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું. આચાર્યાશ્રી ભામિનીબેન રાવલ તથા શાળાપરિવાર દ્વારા દરેક વર્ગના બાળકોની સાથે સુખદ સંવાદ, વાતચીત, પ્લાઝમા દ્વારા પ્રાથમિક શિક્ષણની શુભ શરૂઆત થઇ. વર્તમાન સારું અને સ્વસ્થ તો ભવિષ્ય પણ દીપી ઊઠે. એ અનુસાર આગામી દિવસોમાં બાળમિત્રો શિક્ષણની કેડીએ ઉત્સાહપૂર્વક ઉત્તરોત્તર આત્મવિશ્વાસથી ડગ ભરે એવી પ્રાર્થના સાથે શુભેચ્છા અને સૌનો આભાર.

સ્કૂલ ચલે હમ …2021-11-24T15:31:38+09:00

મહિલા સ્વાસ્થ્ય ક્રાંતિ અભિયાન

2021-10-25T15:59:59+09:00

તા. ૨૪/૧૦/૨૦૨૧નાં રોજ રવિવારનાં માય ફ્રીડમ ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા જીવનભારતી સંકુલનાં રંગભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા અને ડૉ. પ્રીતીબેન ગુપ્તા હાજર રહ્યા હતા. સૂરતના માનનીય દાતાઓના અમૂલ્ય યોગદાનથી વિદ્યાર્થીઓને “અનાયત સેનેટરી પેડ્સ”નું વિતરણ કરવામાં આવ્યું હતું. જીવનભારતી કુમારભવનનાં ધો.૧૧ (વિજ્ઞાન પ્રવાહ) માંથી ૧૧ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જીવનભારતી કુમારભવનમાંથી ત્રણ શિક્ષિકાઓ શ્રીમતી ફહમીદાબેન મુલ્લા, શ્રીમતી રોશનીબેન પટેલ અને શ્રીમતી સેજલબેન પરમાર કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી પીન્કીબેન માળીએ “મહિલા સ્વાસ્થ્ય ક્રાંતિ અભિયાન” અંતર્ગત વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મહિલા સ્વાસ્થ્ય ક્રાંતિ અભિયાન2021-10-25T15:59:59+09:00

ગરબા સ્પર્ધા

2021-10-23T16:24:09+09:00

શ્રીમતી કેસરબેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલય, જીવનભારતીમાં તારીખ 13/10/2021 ને બુધવારના રોજ શ્રેણી 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નવરાત્રી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લઈને ગરબાની રમઝટ જમાવી હતી. આ સ્પર્ધામાં શ્રેણી 6 થી 8 ના શિક્ષકોએ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.

ગરબા સ્પર્ધા2021-10-23T16:24:09+09:00

સ્વચ્છતા વિશે માર્ગદર્શન

2021-09-08T19:27:09+09:00

સ્વચ્છતા પખવાડા અંતર્ગત આજ રોજ બુઘવારે હાથ-પગ ની સ્વચ્છતા, શરીરની સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, શાળામાં પાણી નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું, પાણીથી થતા રોગો વિશે સમજુતી આપવામાં આવી. પાણીની સંભાળ વિશે માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યકમમાં શાળાના શિક્ષકશ્રી બાબુભાઈ, અરુણભાઈ, દામિનીબેન, નિમિષાબેન તથા બાળશિક્ષક શ્રીપલકબેને ભાગ ભજવ્યો હતો.

સ્વચ્છતા વિશે માર્ગદર્શન2021-09-08T19:27:09+09:00

ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન સ્પર્ધા

2021-09-08T16:49:57+09:00

સ્વચ્છતા પખવાડા અંતર્ગત તા. ૦૬/૦૯/૨૦૨૧ અને તા. ૦૭/૦૯/૨૦૨૧ નાં રોજ અમારી શાળામાં ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન જેવી વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓનાં ફોટોગ્રાફ્સ.....

ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન સ્પર્ધા2021-09-08T16:49:57+09:00

ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ

2021-09-04T16:49:09+09:00

તારીખ -૦૪/૦૯/૨૧ થી ૦૫/૦૯/૨૧ સ્વછતા પખાવડા ની ઉજવણી અંતર્ગત “ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ" સંદર્ભે શનિવાર અને રવિવારનાં રોજ પોસ્ટરો અને પેમ્પલેટ બાળકો પાસે બનાવી ચોટાડવામાં આવ્યા. જળ સંરક્ષણ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ2021-09-04T16:49:09+09:00

સમુદાય જાગૃતિ દિવસ

2021-09-03T19:24:35+09:00

સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતર્ગત આજરોજ તા. ૩-૯-૨૦૨૧ ને શુક્રવારનાં દિવસે 'સમુદાય જાગૃતિ દિવસ' સંદર્ભે રસીકરણની થીમનો પ્રચાર કરવામાં આવ્યો તથા એક સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને રસીકરણનું મહત્વ સમજાવી, તેઓને તેમના પરિવાર, સગાસંબંધી અને આજુબાજુનાં પાડોશીઓને રસીકરણનું મહત્વ સમજાવવાનુંકહેવામાં આવ્યું.

સમુદાય જાગૃતિ દિવસ2021-09-03T19:24:35+09:00

સ્વચ્છતા જાગૃતિ દિવસ

2021-09-04T16:29:38+09:00

સ્વચ્છતા જાગૃતિ દિવસ તા. ૦૧ થી ૧૫, સપ્ટેમ્બર-૨૦૨૧ દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતગર્ત આજ રોજ તા. ૦૨-૦૯-૨૦૨૧ના ગુરૂવારના દિવસે ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ' સંદર્ભે અમારી શળામાં બાળકોને પ્રેરણાત્મક પ્રવચન અને હાથની સફાઈ કેવી રીતે કરવી તે, તેનું મહત્વ અમારી શાળાના શિક્ષિકાશ્રી દામિનીબેન પટેલ દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું. શાળાની દરેક ભૌતિક સુવિધા અતગર્ત સ્વચ્છતા સુવિધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જ્યાં ચૂક જણાય ત્યાં સુધારાલક્ષી પગલાં લેવામાં આવ્યાં. શાળાની પાણીની સુવિધા, જળસંચયન પ્રણાલી, શૌચાલય, રસોડું, વર્ગખંડો, પંખા, દરવાજા વગેરે તમામ બાબતોની ચકાસણી કરતાં કોઈ ચૂક જણાય નથી. આ તમામ સર્વેક્ષણ સંદર્ભે ફોટોગ્રાફ રજુ કરેલ છે. આ સમગ્ર કામગીરીમાં શાળાના શિક્ષકશ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી અરૂણભાઈ પરમાર અને શ્રી દામિનીબેન પટેલે મહત્વની કામગીરી કરી હતી.

સ્વચ્છતા જાગૃતિ દિવસ2021-09-04T16:29:38+09:00
Go to Top