About jbm

This author has not yet filled in any details.
So far jbm has created 84 blog entries.

૭૪મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી

2020-08-16T02:36:40+09:00

જીવનભારતી મંડળ સંચાલિત શ્રીમતી કેસરબેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલય, જીવનભારતી કિશોરભવન દ્વારા ૭૪મા સ્વાતંત્ર્યદિનની રાષ્ટ્રીયપર્વની ઉજવણી કરવામાં આવી હતી તા. 15/08/2020, શનિવારના સવારે 08:00કલાકે સધિયારો પ્રાંગણમાં જીવનભારતી મંડળના પ્રમુખશ્રી ભારતભાઈ વજેચંદ શાહના શુભહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડો. કેતનભાઈ શેલત, મંત્રીશ્રી અજીતભાઈ શાહ,  નાણાંમંત્રીશ્રી હરેશભાઇ જરીવાલા, તથા શાળાના તમામ ભાવનોના આચાર્યશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ તથા તમામ શિક્ષકો અને કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે શ્રી ભરતભાઈ શાહે કહ્યું કોરોનાની મહામારીમાં એકબીજાને માનસિક રીતે, સામાજિક રીતે મદદરૂપ થઇ, તેની સાવચેતીના પગલા રૂપે માર્ગદર્શન આપીને શિક્ષકધર્મ નિભાવવો જોઈએ તથા હાલની આવી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની ગાડી પાટા ઉપરથી નીચે ઉતરી ગયી હોવાથી તેના છેડા ભેગા કરવા કે મેળવવા મુશ્કેલ છે, જેમાંથી આપણે સૌએ બહાર આવવાનું છે, જેને આત્મવિશ્વાસ સાથે આપણે

૭૪મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી2020-08-16T02:36:40+09:00

યોગદિનની ઉજવણી

2020-06-26T16:46:20+09:00

" યોગ કરો નિરોગી રહો " કોવિડ-19 ની મહામારીના કારણે લોકડાઉનમાં માનસિક બીમારી(Mental Illness), હતાશા(Depression, Frustration), ચિંતા(Anxiety), જેવા મેન્ટલ હેલ્થ પ્રોબ્લમને યોગાસનો દ્વારા દૂર કરી એક તંદુરસ્ત જીવન જીવી શકાય છે. આ સંદેશ આપતા સ્પે. એજ્યુ. ક્લાસના શિક્ષકો દ્વારા યોગા ડે નિમિત્તે વિવિધ યોગાસનો કરવામા આવ્યા હતા.

યોગદિનની ઉજવણી2020-06-26T16:46:20+09:00

લોકડાઉન દરમિયાન વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો

2020-05-23T15:05:38+09:00

કિશોરભવન શ્રેણી 5Dના વિધ્યાર્થી પ્રજપતિ નમ્રએ લોકડાઉન દરમિયાન સમાજ દ્વારા યોજાયેલ online વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો.https://www.facebook.com/101985604829150/posts/124411192586591/?sfnsn=wiwspwa&extid=PPu5ZGKG2Bm2nvc0&d=w&vh=e

લોકડાઉન દરમિયાન વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો2020-05-23T15:05:38+09:00

હોળી અને ધૂળેટીની ઉજવણી

2020-03-11T13:20:25+09:00

તા. ૦૯.૦૩.૨૦૨૦ ને સોમવારના રોજ જીવનભારતી મંડળ સંચાલિત બાળવિકાસ ભવન સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના બાળકોએ હોળી અને ધૂળેટીના પર્વને ખુબજ આનંદ અને ઉલ્લાસભેર સપ્તરંગી રંગોળી એક બીજા પ્રત્યેના સ્નેહરૂપથી ઉજવણી કરી.

હોળી અને ધૂળેટીની ઉજવણી2020-03-11T13:20:25+09:00

જીવનભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન સમારોહ

2020-03-09T18:14:28+09:00

જીવન ભારતી સંસ્થા ની ૭૫ વષૅ ની ઉજવણી નિમિત્તે ૬૦૦થી વધુ વિધાર્થીઓ, શિક્ષકો તથા શાળાના સંચાલકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જીવનભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન સમારોહ2020-03-09T18:14:28+09:00

રંગપૂરણીની પ્રવૃત્તિ

2020-03-07T14:58:16+09:00

તા. ૦૪/૦૩/૨૦૨૦ ને બુધવાનાં રોજ જીવનભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં હોળી ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓએ પિચકારીના ચિત્રમાં રંગપૂરણીની પ્રવૃત્તિ રસવાટિકામાં કરવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળે શુદ્ધ વાતાવરણમાં તેમની કાર્યશક્તિ ને વાગોળી હતી.

રંગપૂરણીની પ્રવૃત્તિ2020-03-07T14:58:16+09:00

રાજ્યકક્ષાની ચિત્રકામ અને સુલેખન સ્પર્ધામાં વિજેતા

2020-03-07T14:46:55+09:00

ગણેશા બાળવિકાસ સંકુલ આયોજિત ગુજરાત રાજ્યકક્ષાની ચિત્રકામ અને સુલેખન સ્પર્ધામાં શાળાનાં ૪૬ બાળકોએ ચિત્રકામ અને ૧૭ બાળકોએ સુલેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી આરાધ્ય પટેલએ ચિત્રકામ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો અને દેવાંશ સેલરએ સુલેખન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. આ સાથે તેજ કદમ, મન પંચાલ અને હીર બરડોલીયાએ આશ્વાસન ઇનામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.

રાજ્યકક્ષાની ચિત્રકામ અને સુલેખન સ્પર્ધામાં વિજેતા2020-03-07T14:46:55+09:00

સ્તુતિ, શ્લોક અને ચાલીસા સ્પર્ધા

2020-03-04T16:22:22+09:00

સર્વધર્મ સમભાવને બાળકોમાં સંસ્કારિત કરવા માટે જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વિવિધ ધર્મમાં પ્રાર્થનામાં આવતી સ્તુતિ, શ્લોક અને ચાલીસા વગેરે મોઢે બોલવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંગે આચાર્યા શ્રીમતી નિમિષાબહેન નાયકનો ઉચ્ચ હેતુ પ્રદર્શિત થાય છે. સમગ્ર સ્પર્ધાની રજૂઆત ખૂબ જ સુંદર રીતે થઇ હતી. સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકો પણ સાથે-સાથે સ્તુતિ ગાઈ રહયા હતા. જે સૂચવે છે કે બાળકોમાં ધર્મભાવના ગૂંથાઈ રહી છે.

સ્તુતિ, શ્લોક અને ચાલીસા સ્પર્ધા2020-03-04T16:22:22+09:00
Load More Posts