તા.13-9-2023 બુધવાર અને તા.14-9-2023 ગુરુવારના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના વિદ્યાર્થીઓને તેમની આંતરિક શક્તિને ઊજાગર કરવા તથા ભવિષ્યમાં તેઓ સમાજમા સ્વાવલંબી બને તે હેતુ સાથે નાનપુરામાં આવેલ જાહેર સ્થળ(ડચ ગાર્ડન), ધાર્મિક સ્થળો(તપ્તેશ્વર મહાદેવ મંદિર,રામેશ્વર મહાદેવ મંદિર) અને સામાજિક સંસ્થા( પોસ્ટ ઓફિસ) ની મુલાકાત માટે ગૃપ-A/ગૃપ-B એમ બે વિભાગમા બે દિવસ લઈ જવામાં આવ્યા હતા.
–શિક્ષકો દ્વારા બાળકોને વિવિધ સ્થળો અંગેનુ પ્રત્યક્ષ માર્ગદર્શન આપી બાળકોના ઉત્સાહને વધાર્યો હતો.

ડચ ગાર્ડન
પ્રવૃતિ:-
– સામૂહિક પ્રાર્થના
-વિવિધ છોડ(ફુલો) અને વૃક્ષોની ઓળખ,
-પ્રકૃતિના ખોળે બેસીને ડ્રોઈંગ,
– વિવિધ રમતો,
– સામુહિક નાસ્તો,
હેતુઓ:-
-ધ્યાન (એકાગ્રતા)માનસિક શક્તિનો વિકાસ થાય,
– ફાઈન મોટર(નાના સ્નાયુઓ) અને ગ્રોસ મોટર(મોટા સ્નાયુ) નો વિકાસ થાય.

પોસ્ટ ઓફિસ
પ્રવૃતિ:-
– સામાજિક સંસ્થા તરીકે ની પ્રત્યક્ષ ઓળખ,
– શિક્ષકો તથા પોસ્ટ ઓફિસના કર્મચારી દ્વારા બાળકોને ટપાલ પદ્ધતિની માહિતી અને પોસ્ટ મેનની ઓળખ તથા નાણાં બચત માટેની વિવિધ માહિતી આપવામાં આવી.
હેતુઓ:-
– બાળક સમાજમાં ભળતું થાય અને સ્વાવલંબન પ્રાપ્ત કરે,
સામાજિક સંસ્થાઓ વિશે સભાનતા કેળવતું થાય.

ધાર્મિક સ્થળો(તપ્તેશ્વર મહાદેવ મંદિર,રામજીમંદિર)
પ્રવૃત્તિ:-
– ડચ ગાર્ડનથી ક્રમબદ્ધ ઊભા રહી સામુહિક પદયાત્રા,
-સ્થળની ઓળખ, દેવી-દેવતાઓની ઓળખ અને દર્શન,
-સામુહિક પ્રાર્થના.
હેતુઓ:-
-બાળકની પાંચેય ઈન્દ્રિયો સતેજ બને,
ધ્યાન (એકાગ્રતા) માનસિક શક્તિનો વિકાસ થાય,
-ધાર્મિક આસ્થા પ્રત્યે શ્રદ્ધા,
-આધ્યાત્મિક જ્ઞાન અને સંસ્કારોનું સિંચન થાય,
-સામુહિક એકતા જળવાય.

બાળક સમાજમાં વધુ સારી રીતે સાનુકૂળતા સાધી શકે તે માટે શાળા પરિવારનો આ પ્રયાસ હતો. જેમા બાળકોનો ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.