સ્વચ્છતા પખવાડી અભિયાન
jbm2021-09-04T15:57:35+09:00સ્વચ્છતા પખવાડા અતંગર્ત શપથવિધિ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ માં “સ્વચ્છતા પખવાડા” ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે. જે અંતગર્ત અમારી શાળા જીવનભારતી કુમારભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા ૦૧-૦૯-૨૦૨૧ થી તા. ૧૫-૦૯-૨૦૨૧ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરનાર છે.જેમાં આજે પ્રથમ દિવસે શાળામાં હાજર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે કોવિડ–૧૯ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને સામાજિક-અંતર જાળવવું, હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવા અંગે શપથ લેવડાવામાં આવ્યાં. આ કાર્યક્રમનું આયોજન કરનાર શિક્ષકશ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી અરૂણભાઈ પરમાર અને શ્રી દામિનીબેન પટેલ હતાં.