સર્વાંગી કેળવણીના ધ્યેયમંત્રને વરેલી ગુજરાતની જાણીતી સંસ્થા જીવનભારતી મંડળના ૭૫મા  વર્ષના સમાપન અને સ્થાપના  દિનની ઉજવણીની પ્રસ્તુતિ  એક અનોખા શાસ્ત્રીય અને સુગમ સંગીતના કાર્યક્રમ દ્વારા થઇ. જેમાં જીવનભારતી મંડળના હોદેદારો, તમામ ભવનના આચાર્યો , નિરીક્ષકો, શિક્ષકમિત્રો, વાલીમિત્રો તેમજ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા. દીપ પ્રાગટ્ય વિધિ અને પ્રાર્થના થકી કાર્યક્રમની શરૂઆત થઇ. સમગ્ર કાર્યક્રમનું સંયોજન રશ્મિ ઝા તેમજ સંગીત નિર્દેશન શ્રી સુનીલભાઈ રેવરે કર્યું. જેમાં કેયુરભાઈ વાઘેલા, પ્રશાંતભાઈ પટેલ, પ્રસુનસિંહ પરમાર, દેવેશ ઘારડે, હિતેશભાઈ રાવલ, ભૂમિકાબેન વખારિયા, મેહુલ ઝવેરી દ્વારા શાળાગીત, સુગમસંગીત તેમજ શાસ્ત્રીય ગાયનની રજૂઆત થઇ. જીવનભારતી પરિવારના તમામ સભ્યોના પરસ્પર સહકાર થકી અમૃત વર્ષનું સમાપન અને સ્થાપના દિનની  ઉજવણી મનભર રહી.

જેમાં જીવનભારતીના મંત્રીશ્રી અજિતભાઈ શાહે
આ પ્રસંગે સંસ્થાના ત્રણ નવી પાંખોની જાહેરાત પણ કરી,
1) English medium Pre school
2) counselling center
3) Artificial Intelligence

આ કાર્યક્રમનું ફેસબુક પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં વાલી મિત્રો , ભૂતપૂર્વ તેમજ વર્તમાન વિદ્યાર્થીઓ પણ જોડાયા હતાં.