About jbm

This author has not yet filled in any details.
So far jbm has created 128 blog entries.

સ્મૃતિ ઉત્સવ

2021-12-15T19:19:42+09:00

75 વર્ષથી શ્રેષ્ઠતમ શિક્ષણ પ્રદાન કરતી અને સક્ષમ વર્તમાન ધરાવતી જીવનભારતી સંસ્થામાં પરમ પૂજ્યશ્રી મોરારીબાપુની ઉપસ્થિતિમાં પત્રકારત્વ ક્ષેત્રમાં ‘પિતામહ’નું સ્થાન પામેલા ‘પદ્મશ્રી’થી સમ્માનિત સ્વ.નગીનદાસ સંઘવીનો “સ્મૃતિઉત્સવ” તા. 15 ડિસેમ્બર બુધવારે સવારે 11 કલાકે જીવનભારતી રંગભવન ખાતે યોજાયો હતો. કાર્યક્રમના શુભારંભ સંસ્થાના મંત્રીશ્રી કેતનભાઈ શેલત સાહેબે આવકાર પ્રવચન આપતા ‘નગીનદાસ સંઘવી’ના વ્યક્તિત્વનો પરિચય તેમજ સંસ્થાનો પરિચય આપ્યો. આ સાથે બાપુના ચરણે સ્મૃતિભેટરૂપે તુલસીભાઈ પટેલે  બનાવેલ હનુમાનના વિવિધ રૂપોનું વાર્લી પ્રિન્ટ ચિત્ર, વાસુદેવ સ્માર્ત દ્વારા બનાવેલ ગણપતિ ચિત્ર તેમજ સુનીલભાઈ પટેલ નિર્મિત બાપુનું પેન્સિલ પોટ્રેટ અર્પણ કરાયું. પત્રકારત્વ ક્ષેત્રે સર્વોત્તમ પ્રદાન માટે અમદાવાદના શ્રી ભાર્ગવ પરીખ અને મુંબઈના શ્રી ચિરંતના ભટ્ટને બાપુના વરદહસ્તે નચિકેત એવોર્ડ તેમજ સવાલાખનો રોકડ પુરસ્કાર અર્પણ કરાયો. સાહિત્ય અને સાહિત્યકારની સમાજમાં સ્વીકૃતિ હોય એટલુ જ પૂરતુ નથી પણ સામાજિક પ્રવાહમાં એમના વિચારોને

સ્મૃતિ ઉત્સવ2021-12-15T19:19:42+09:00

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં યોજાયેલ સ્પર્ધા

2021-12-10T16:43:52+09:00

અમારી શાળા શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી માધ્યમિક વિદ્યાલયમાં જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહન હેતુથી તા. ૨૫-૧૧-૨૦૨૧ હતી ૦૫-૧૨-૨૦૨૧ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાના આવ્યું હતું. આ આયોજનના માર્ગદર્શક શાળાના આચાર્યશ્રી પિંકીબેન માળી તેમજ આ કાર્યક્રમનું આયોજન શ્રી નીતેશભાઈ જોષી અને શ્રી દામિનીબેન પટેલે કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ તેઓની દેખરેખ હેઠળ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં યોજાયેલ સ્પર્ધા2021-12-10T16:43:52+09:00

જીવનભારતી મંડળનું ગૌરવ

2021-12-10T14:23:12+09:00

Surat District Powerlifting Association દવારા આયોજિત તા. ૫ મી ડીસેમ્બર ૨૦૨૧ના રોજ વેટ લિફ્ટિંગ સ્પર્ધામાં અમારી સંસ્થાના સેવકભાઈ શ્રી પ્રકાશભાઈ ઉત્તેકરે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. તેમને ખુબ–ખુબ અભિનન્દન.

જીવનભારતી મંડળનું ગૌરવ2021-12-10T14:23:12+09:00

જીવનમાં સફળતા મેળવો 100%

2021-12-07T15:55:51+09:00

જીવનભારતી મંડળ અને કુમારભવનના સંયુક્ત ઉપક્રમે તારીખ: 06/12/2021ના સોમવારના રોજ રંગભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ જીવનમાં સફળતા કેવીરીતે મેળવી સકે તે માટેનો હતો. આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત સાહેબ અને જીવનભારતી કુમારભવનના પ્રતિનિધિ શ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થયી. જીવનભારતી કુમારભવનની વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત સાહેબે વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી પિંકીબેન માળીએ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. જીવનભારતી કુમારભવનના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના ભૌતિકવિજ્ઞાનના શિક્ષિકા શ્રીમતી ફેહમિદાબેન મુલ્લાએ PPTની મદદથી વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી. શ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબે વિવિધ ઉદાહરણોને ઉપયોગ કરી વિવિધ ક્ષેત્રોમાં સફળતા કેવી રીતે મેળવી શકીએ તે માટે સુંદર

જીવનમાં સફળતા મેળવો 100%2021-12-07T15:55:51+09:00

બાલ ઉર્જા રક્ષક દલ પ્રોગ્રામ

2021-11-27T14:43:49+09:00

જીવનભારતી કિશોરભવન, ઉચ્ચ પ્રાથમિક વિભાગ, શ્રેણી: 8 ના વિદ્યાર્થીઓને માટે સુરતના લોકવિજ્ઞાન કેન્દ્ર, CSC - સુરત, GEDA, કલાઇમેંટચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાતના સંયુક્ત ઉપક્રમ દ્વારા સુરત લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર શ્રી કાકડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ: 26/11/2021, શુક્રવારના રોજ રંગભવન ઓડિટોરિયમમાં "બાલ ઉર્જા રક્ષક દલ" પ્રોગ્રામ 2021-2022, કાર્યક્રમ માં ઉપરોક્ત વિષયોનું માર્ગદર્શન આપવામાં આવેલ જેની આ તસવીરો માં દ્રષ્યમાન થતાં જણાય છે.

બાલ ઉર્જા રક્ષક દલ પ્રોગ્રામ2021-11-27T14:43:49+09:00

BACK TO SCHOOL

2021-11-24T16:45:44+09:00

નમસ્કાર, ખૂબ લાંબા સમયના અંતરાલ બાદ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવાની સરકાર શ્રી ની જાહેરાત સાથે જ શાળાના તમામ વર્ગો સેનેટાઈઝર કરવા ઉપરાંત કોવિડ ગાઈડલાઈનના સંપૂર્ણ પાલનની તૈયારી સાથે આશરે 50% હાજરી સાથે શાળામાં આવેલ ભૂલકાઓનું ઢોલ સાથે તેમ જ પરંપરાગત ભારતીય પ્રણાલી અનુસાર કુમકુમ તિલક કરી તેમજ ચોકલેટ થી મોઢું મીઠું કરાવી આચાર્યાશ્રી નિમિષા નાયક તથા નિરીક્ષકશ્રી મૃગા શુક્લ અને સમસ્ત શાળા પરિવાર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. યોગ્ય અંતર જાળવીને બેઠેલા વિદ્યાર્થીઓથી વર્ગખંડો જીવંત બની રહ્યાં.વાર્તા, વાતચીત તથા ગીતગાન સાથે વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે શાળાનો પ્રથમ દિવસ પૂર્ણ કર્યો.આપના સહકાર બદલ આભાર. આચાર્યાશ્રી નિમિષા નાયક નિરીક્ષકશ્રી મૃગા શુક્લ

BACK TO SCHOOL2021-11-24T16:45:44+09:00
Go to Top