તંદુરસ્ત આહાર, તંદુરસ્ત બાળ પ્રદર્શન
jbm2022-12-30T14:21:27+09:00જીવનભારતી કિશોરભવન દ્વારા તારીખ 27/ 12/ 2022 મંગળવારના રોજ ધોરણ 1થી 5ના બાળકો દ્વારા તંદુરસ્ત આહાર તંદુરસ્ત બાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રેણી 1ના બાળકોએ ફળોની વેશભૂષાની જીવંત રજૂઆત કરી. શ્રેણી: 2ના બાળકોએ શાકભાજીની વેશભૂષા, અભિનય ગીત વગેરે રજૂ કર્યા. શ્રેણી: 3ના બાળકોએ જંકફૂડની સમજ તેના નમૂના અને ચાર્ટ ચિત્રો દ્વારા માહિતી પૂરી પાડી. શ્રેણી:4ના બાળકોએ જંકફૂડની માનવીના સ્વાસ્થ્ય પર થતી આડઅસરોનું મોડલ તેમજ જંકફૂડનો શાળાના નાસ્તા સાથેનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો. શ્રેણી: 5ના બાળકોએ સમતોલ આહારની કૃતિ, નાટકો, ગીત તેમજ શાળાના નાસ્તામાંથી મળતા પોષકતત્વોની માહિતી રજૂ કરી. આ પ્રદર્શનમાં ઘણી મોટી સંખ્યામાં બાળકો તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જીવનભારતી મંડળના મંત્રી ડૉ. કેતનભાઇ શેલતના શુભહસ્તે આ પ્રદર્શન ખૂલ્લુ મુકવામાં આવ્યું હતું. જીવનભારતી મંડળના અન્ય હોદ્દેદારો તથા વાલીશિક્ષક મંડળના સભ્યોએ પણ બાળકો અને