તા.24/12/2022ને શનિવારના રોજ જીવનભારતી મંડળ અને EHS ના સંયુક્ત ઉપક્રમે જીવનભારતી મંડળ સંચાલિત મીતા રાજન શાહ પ્રેરિત સ્પેશિયલ એજ્યુકેશન ભવનમાં special children ના સંદર્ભે Adolescent and Behaviour issue ઉપર Dr. Ketanbhai ના માર્ગદર્શન હેઠળ સેમિનાર યોજવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય અતિથિ શ્રી ભરતભાઈ શાહ તથા શ્રીમતી વિકાસ બહેન દેસાઈ એ તેમના experience share કરી દિવ્યાંગ બાળકોને પગભર કેવી રીતે કરી શકાય તેના ઉમદા ઉદાહરણ અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા.
તથા મુખ્ય વક્તા Dr. Swatiben Vinchurkar, Dr.Salimbhai Hirani, Dr.Sudiptaben Roy તથા Mihirbhai એ basic સમજ દ્વારા Having Different Abilities Children ના વાલીઓના પ્રશ્નોના સચોટ ઉકેલ આપવાનો પ્રયત્ન કર્યો હતો તથા આ બાળકોને સમાજમાં હકારાત્મક દ્રષ્ટિકોણ મળી રહે એવા પ્રયત્નો જીવનભારતી મંડળ તેમજ જીવનભારતી ના સભ્યો હર હંમેશ કરતું રહ્યું છે.