સ્વચ્છતા જાગૃતિ દિવસ તા. ૦૧ થી ૧૫, સપ્ટેમ્બર-૨૦૨૧ દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતગર્ત આજ રોજ તા. ૦૨-૦૯-૨૦૨૧ના ગુરૂવારના દિવસે ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’ સંદર્ભે અમારી શળામાં બાળકોને પ્રેરણાત્મક પ્રવચન અને હાથની સફાઈ કેવી રીતે કરવી તે, તેનું મહત્વ અમારી શાળાના શિક્ષિકાશ્રી દામિનીબેન પટેલ દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું. શાળાની દરેક ભૌતિક સુવિધા અતગર્ત સ્વચ્છતા સુવિધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જ્યાં ચૂક જણાય ત્યાં સુધારાલક્ષી પગલાં લેવામાં આવ્યાં. શાળાની પાણીની સુવિધા, જળસંચયન પ્રણાલી, શૌચાલય, રસોડું, વર્ગખંડો, પંખા, દરવાજા વગેરે તમામ બાબતોની ચકાસણી કરતાં કોઈ ચૂક જણાય નથી. આ તમામ સર્વેક્ષણ સંદર્ભે ફોટોગ્રાફ રજુ કરેલ છે. આ સમગ્ર કામગીરીમાં શાળાના શિક્ષકશ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી અરૂણભાઈ પરમાર અને શ્રી દામિનીબેન પટેલે મહત્વની કામગીરી કરી હતી.

સ્વચ્છતા જાગૃતિ દિવસ
- Post author:jbm
- Post published:September 2, 2021
- Post category:Kumarbhavan