You are currently viewing શિક્ષકદિનની ઉજવણી – મો. વ. બુનકી બાળભવન

શિક્ષકદિનની ઉજવણી – મો. વ. બુનકી બાળભવન

જીવનભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં પ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી,બાળભવનના અને કિશોર ભવનના વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આવ્યા હતા. શિક્ષક એટલે જ્ઞાન, કર્મ, અને ભક્તિનો ત્રિવેણી સંગમ.જે વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આવ્યા હતા તે દરેકને સન્માનપત્ર , બોલપેન તથા વાલીમંડળના સભ્યો તરફથી ક્લર આપ્યા હતા. તથા જીવનભારતી મંડળના કારોબારી સભ્ય શ્રી અમિતભાઈ ઠાકર , કિશોર ભવનના આચાર્યાં શ્રી ભામિનીબેન રાવલ નિરીક્ષક શ્રી રાજેશભાઈ પારેખ અને આચાર્યાશ્રી રચનાબેન ચોખાવાળાએ વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવ્યા હતા.
દરેક વિદ્યાર્થી શિક્ષક બની સ્વને ગૌરવ શાળી માનતા હતા,અને ભવિષ્યનાં સ્વપ્ન દ્રષ્ટા બનવાના માર્ગ પર આગળ વધવાની સંકલ્પના સાથે શિક્ષક બની શિક્ષક દિનને બહુમૂલ્ય બનાવ્યો હતો.