નમસ્કાર, ખૂબ લાંબા સમયના અંતરાલ બાદ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવાની સરકાર શ્રી ની જાહેરાત સાથે જ શાળાના તમામ વર્ગો સેનેટાઈઝર કરવા ઉપરાંત કોવિડ ગાઈડલાઈનના સંપૂર્ણ પાલનની તૈયારી સાથે આશરે 50% હાજરી સાથે શાળામાં આવેલ ભૂલકાઓનું ઢોલ સાથે તેમ જ પરંપરાગત ભારતીય પ્રણાલી અનુસાર કુમકુમ તિલક કરી તેમજ ચોકલેટ થી મોઢું મીઠું કરાવી આચાર્યાશ્રી નિમિષા નાયક તથા નિરીક્ષકશ્રી મૃગા શુક્લ અને સમસ્ત શાળા પરિવાર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. યોગ્ય અંતર જાળવીને બેઠેલા વિદ્યાર્થીઓથી વર્ગખંડો જીવંત બની રહ્યાં.વાર્તા, વાતચીત તથા ગીતગાન સાથે વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે શાળાનો પ્રથમ દિવસ પૂર્ણ કર્યો.આપના સહકાર બદલ આભાર.
આચાર્યાશ્રી
નિમિષા નાયક
નિરીક્ષકશ્રી
મૃગા શુક્લ