વિશ્વ યોગ દિનની ઉજવણી
jbm2021-06-29T16:06:30+09:00પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ૨૧મી જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જે આચાર્યશ્રી વીરેન્દ્ર સિંહ વાંસદિયા સાહેબની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાર્થના શ્રી હિતેશભાઈ રાવલ (સંગીત શિક્ષક) દ્વારા અને યોગાસનો, પ્રાણાયામ અને હળવી કસરતો શ્રી નેહુલ મારફતિયા (ચિત્ર શિક્ષક) દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં ધોરણ 9, 10, 11 અને 12નાં તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાઈને અને શાળાના તમામ શિક્ષકો તથા કર્મચારીઓ અને સેવક ગણ પ્રત્યક્ષ જોડાઈને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.