શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી ગાંધીનગર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે તેમનું યોગ્ય પોષણ તથા સાર સંભાર અને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કરવા અને તેમની સમશજશક્તિ માટે તપોવન કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા છે જેનાં દ્વારા ગર્ભવતી મહિલાઓને યોગ્ય માર્ગદર્શન મેળવી, શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કરી શકે છે. જે અંતર્ગત તા. 16-02-2021 મંગળવારનાં રોજ ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી ગાંધીનગર પ્રેરિત રોટરી સુરત રીવર સાઈડ અને જીવનભારતી મંડળ સંચાલિત જીવનભારતી મંડળનાં સંકુલમાં ‘તપોવન કેન્દ્ર’ ઉદ્ઘાટન સમારોહ યોજયો, જેમાં રોટરી સુરત રીવર સાઈડના પ્રમુખશ્રી આનંદ આચાર્ય તથા સેક્રેટરી શ્રી જુગલ શિંગલોત તથા ડૉ. પ્રશાંત કાર્યા અને જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત સાહેબ અને શ્રી અજીતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રીમતી રશ્મિ ઝા એ કર્યું હતું. તપોવન કેન્દ્ર અને શિશુપરામર્શન કેન્દ્ર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે તેમના ગર્ભસંસ્કાર, ગર્ભવિજ્ઞાન, અને તેમના પોષણ તથા સાર સંભાળ માટેની સંપૂર્ણ માહિતી સાથે ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન મળી રહેશે.