તા. ૦૭/૦૩/૨૦૨૪ દરમિયાન જીવનભારતી શ્રી પંકજભાઈ કાપડીયા સ્પોટ્ર્સ સંકુલમાં આવેલ જીમ્નાસ્ટીક હોલમાં રિનોવેશન કર્યાં બાદ શ્રી પંકજભાઈ કાપડીયાનાં અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટન તથા ખેલાડીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.
જેમાં સંસ્થાનાં મંત્રીશ્રી મયંકભાઈ ત્રિવેદી, ઉપાધ્યક્ષશ્રી ડૉ. પ્રજ્ઞેશભાઈ જોષી, કમિટી મેમ્બરશ્રી ધનેશભાઈ ગોળવાળા, શ્રી કેતનભાઈ દેસાઈ તથા વાલીમંડળ પ્રમુખશ્રી જીનલબેન પચ્ચીગર તથા પ્રવૃત્તિ વિદ્યાલયનાં પ્રતિનિધિઓ તથા ગુજરાત જીમ્નાસ્ટીક એસોસિએશનના મહામંત્રીશ્રી કૌશિકભાઈ બીડીવાળા ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાત જીમ્નાસ્ટીક એસોસિએશનની રાજ્યકક્ષાની સ્પર્ધા ૨૦૨૩ સુરતના ઇન્ડોર સ્ટેડીયમ, અઠવાલાઈન્સ ખાતે યોજાય હતી. જેમાં ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાંથી કુલ ૩૫૦ જેટલા ખેલાડીઓ, મેનેજર, કોચીસ, ઓફિસિયલ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેનું સંચાલન ગુજરાત જીમ્નાસ્ટીક એસોસિએશનના મંત્રીશ્રી રણજીતભાઈ વસવાએ કર્યુ હતું. જીવનભારતી સ્પોર્ટ્સ ક્લબમાંથી ૨૮ જેટલા ખેલાડીઓએ જુદા જુદા ગ્રુપમાં ભાગ લીધો હતો અને ૩૨ જેટલા મેડલો મેળવ્યા હતાં. ગુજરાતની સિનીયર વિભાગની સ્પર્ધામાં જીવનભારતી સ્પોર્ટ્સ ક્લબનો કરણ મોરે ૬ ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન થયો હતો. આ સાથે સબ જુનિયરમાં એતે શ્યામ ૬ ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન થયો હતો.
શ્રી પંકજભાઈ કાપડિયાએ તથા સંસ્થાના મંત્રીશ્રીએ તથા કારોબારી સભ્યશ્રીઓએ ખેલાડીઓ ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.