જીવન ભારતી મંડળ આયોજિત સાહિત્યમૃતમ માં મો. વ. બુનકી બાળભવનનો  ” પતંગિયાની પાંખે ”

જીવન ભારતી મંડળ આયોજિત સાહિત્યમૃતમ માં મો. વ. બુનકી બાળભવન દ્વારા ” પતંગિયાની પાંખે “સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજનાં કહેવાતા આધુનિક યુગ નાં બાળકો મોબાઈલની દુનિયામાં પ્રકૃતિ ને માણવાનું જ ભૂલી ગયા છે,તેનું મુખ્ય કારણ મોબાઈલ નો ચોમેર કહેર છે, બાલ્યા અવસ્થા જેટલી સમૃદ્ધ હશે તેટલું બાળક શ્રેષ્ઠ નાગરિક બનશે, આ કાર્યક્રમમાં બાળકોએ પ્રાર્થના સ્વરૂપે શિવસ્તુતિ કરી,આજ-કાલ બાળકો માતા-પિતા, ભાઇ, બહેન, સગા-સંબંધી, આજુબાજુ નાં સમાજમાં દરેક નાં હાથમાં મોબાઈલ ફોન જ જુએ છે,જે તેઓ ને ગમતું નથી પણ પોતાની આ વ્યથા કોને જણાવે ❓️ત્યારે દાદાજી આવી ને તેમના જમાના માં લઇ જઈ ને બાળગીત રચાયતા વિશે જણાવ્યું, બાળ કેળવણીકાર મુછાળી માઁ ગિજુભાઈ બધેકા લિખિત “આવો પારેવા આવોને ચકલા”, ગોવિંદ ભાઈ પરીખ લિખિત “ઝાડ ની ડાળે વાંદરા ટોળી “, દ્રુપદ ભાઇ પરીખ લિખિત “હાથી ભાઇ હાથી ભાઇ “, ભુપેન્દ્રભાઈ વકીલ લિખિત ” ચકલી ચીં ચીં કરતી ” ત્રિભુવન વ્યાસ લિખિત તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી, બા મેંતો બાગમાં બાંધી નિશાળ,કૃષ્ણ દવે લિખિત પતંગિયું કહે,ઝવેચંદ મેઘાણી લિખિત મોર બની થનગન કરે, મહેન્દ્ર જોશી લિખિત સાવજ ની સરદારી જેવા બાળ ગીતોમાં પશુ પક્ષી નાં પરિધાન પહેરી તથા મુખ પર રંગ ભૂષાકરી ૨૫૦ જેટલા ૩ થી ૫ વર્ષનાં બાળકોએ મંચ પર પ્રસ્તુતિ કરી, સાથે કાવ્ય લેખક બનેલ બાળકો એ સાહિત્યવિશે, માતૃભાષાનાં મહત્વ વિશે, શબ્દ ભંડોળ વધારવાનાં માધ્યમ વિશે સમાજ આપી હતી, તથા કાર્યક્રમ નિહાળવા આવેલ દર્શકો ને જણાવ્યું…
આ કાર્યક્રમનો રાસસ્વાદ માણવા જીવન ભારતી મંડળનાં હોદ્દેદારો, આચાર્યો, શિક્ષકો, વિશાળ શ્રેણીમાં વાલીશ્રી પધાર્યા હતાં….