કાર્યક્રમનો હેતુ : વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાહનચાલકો (ડ્રાઇવરો) માં “માર્ગ સલામતી“ની ભાવના પ્રબળ બને તથા ટ્રાફિકના નિયમોની જાણકારી – એજ્યુકેશન મળી રહે. ટ્રાફિકના નિયમોની સંપૂર્ણ જાણકારીથી નવી યુવા પેઢી વાકેફ થાય તથા રોડ અકસ્માતોથી જાનહાનિ ઘટે.
ભારત સરકારના “મેરી માટી, મેરા દેશ” અંતર્ગત પરિપત્ર નંબર-૫૨૦૮ મુજબ ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ, સુરત આર.ટી.ઓ. [પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારશ્રીની કચેરી, સુરત (પાલ)] દ્વારા માર્ગ સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની મધુર શરૂઆત જીવનભારતી કુમારભવનના પ્રાર્થના વૃંદ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના વક્તા દ્વારા માર્ગ સલામતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ppt દ્વારા સુંદર રજૂઆત અને જરૂર જણાય ત્યાં વિડિયો દ્વારા માહિતી પૂરી પાડવામાં વિવિધ વિદ્યાર્થીઓની મદદ લઈને માર્ગ ઉપર પગે ચાલવાની અને વાહન ચલાવવાની યોગ્ય રીત દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત અકસ્માત નિવારણ અંગે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજૂતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અતિથિ :
વક્તા ૧ : બ્રિજેશ એમ. વર્મા (President District Traffic Education and Welfare Society, RTO office, Surat)
વક્તા ૨ : કામિનીબેન ડુમ્મસવાલા (ચેરમેન SGCCI ટ્રાફિક એજ્યુકેશન કમિટી)
શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા (ગ્રુપ ચેરમેન SGCCI ચેમ્બર ઓફ કોમર્સ અને કોર્પોરેટર)
શ્રી આર. એ. વાદી (આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર)
તન્મય શુક્લ (ફોટોગ્રાફર – ચેમ્બર ઓફ કોમર્સ)
જયદેવ સોલંકી (મદદનીશ – ચેમ્બર ઓફ કોમર્સ)
કાર્યક્રમના સંચાલક :
શ્રી રિતેશકુમાર બી. પટેલ
શ્રી શંભુભાઈ
સ્વયંસેવક :
શ્રી નારગેભાઈ
શ્રી સંતોષભાઈ