ગુજરાતી સાહિત્ય પરિષદ તથા જીવનભારતી મંડળ અને સી. ઝેડ. શાહ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે આયોજિત નવલકથાકાર દેવશંકર મહેતા સ્મૃતિ અંતર્ગત “મારી માતૃભાષા – મારી લાગણીની સંવાહક” વિષય પર રંગભવન ખાતે વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. ઉષા ઉપાધ્યાય ઉપસ્થિત હતા. કાર્યક્રમની શરૂઆતમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત વક્તાશ્રીને શાબ્દિક આવકાર આપ્યો. કાર્યક્રમના સંયોજક તેમજ કાઉન્સેલર રશ્મિ ઝાએ વક્તાનો પરિચય કરાવ્યો. ડૉ. પ્રજ્ઞેશભાઈ જોશી અને અજિતભાઈ શાહે વક્તાશ્રીનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું. મુખ્ય વક્તાશ્રી ઉષા ઉપાધ્યાયે સ્વરચિત કાવ્યથી વક્તવ્યની શરૂઆત કરીને માતૃભાષાના સંવર્ધન અને સમર્થન માટેના ઉત્તમ દ્રષ્ટાંતો પુરા પાડયા.માતૃભાષાના વારસાને જાળવીને ભાવિ પેઢી સુધી પહોંચાડવાના કર્તવ્યને ચાલકબળ પૂરું પાડયું. અજિતભાઈ શાહે સી. ઝેડ. શાહ એજ્યુકેશન ટ્રસ્ટ વતી આભારવિધિ સંપન્ન કરી. સમગ્ર કાર્યક્રમના ઉદઘોષક તરીકે સોનલ સુરતીએ ભૂમિકા ભજવી. આખો કાર્યક્રમ પ્રેક્ષકો માટે જ્ઞાનવર્ધક રહ્યો.