મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં વસંત પંચમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વસંત ઋતુના પગલાથી ફૂલોની જેમ ઉપવન શોભે તેમજ બાળદેવો માટે માતા સરસ્વતીના આશીર્વાદ હમેશા બાળકોના મસ્તક પર રહે અને વિદ્યારંભ સંસ્કારથી બાળકો આપણા સંસ્કૃતિથી પરિચિત થાય એ હેતુસર વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.

માતા સરસ્વતીની વંદના કરી શિક્ષકો અને તાલીમાર્થી બહેનો પર્ણ પર મંત્ર લેખન કરવામાં આવ્યું હતું. આચાર્યાશ્રી રચનાબેન ચોખાવાળાએ સર્વ ને કંકુ તિલક કરી દીપ પ્રગટાવી શિક્ષકોને આર્શીવા પાઠવ્યાં હતા.