પૂજ્ય શાહભાઈ ના સ્વપ્નને પરિપૂર્ણ કરતી પ્રવૃત્તિ વિદ્યાલય જીવન ભારતી શાળા બાળકના સર્વાંગી વિકાસના ધ્યેય મંત્રને વળેલી છે. તે હેતુને પરિપૂર્ણ કરતા દિનાંક 22/09/2023 ના રોજ વર્ષ દરમિયાન કરેલી શૈક્ષણિક મુલાકાતને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રૂપે રંગભવન ખાતે પ્રસ્તુત કરવામાં આવી. આ પ્રેઝન્ટેશનને સ્પર્ધા રૂપે રજૂ કરી હતી. જેમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા શ્રી રાગિણીબહેન દેસાઈ અને શ્રી ખૂશ્બુબહેન પાઠક ને નિર્ણાયક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ધોરણ 9 માં પ્રથમ ક્રમ આયુર્વેદિક હોસ્પિટલ ની મુલાકાતે ગયેલ વિદ્યાર્થીઓ અને દ્વિતીય ક્રમ સુરતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે ગયેલ વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો. ધોરણ 11માં પ્રથમ ક્રમ નર્મદ લાયબ્રેરીની મુલાકાતે જનાર વિદ્યાર્થીઓ, દ્વિતીય ક્રમ SVNIT ની મુલાકાતે જનાર વિદ્યાર્થીઓ તેમજ આશ્વાસન ઇનામ તરીકે Asian Star Co. Ltd. ની મુલાકાતે જનાર વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો.