જીવનભારતી મંડળ અને કુમારભવનના સંયુક્ત ઉપક્રમે તારીખ: 06/12/2021ના સોમવારના રોજ રંગભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ જીવનમાં સફળતા કેવીરીતે મેળવી સકે તે માટેનો હતો. આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત સાહેબ અને જીવનભારતી કુમારભવનના પ્રતિનિધિ શ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થયી. જીવનભારતી કુમારભવનની વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત સાહેબે વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી પિંકીબેન માળીએ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. જીવનભારતી કુમારભવનના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના ભૌતિકવિજ્ઞાનના શિક્ષિકા શ્રીમતી ફેહમિદાબેન મુલ્લાએ PPTની મદદથી વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી. શ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબે વિવિધ ઉદાહરણોને ઉપયોગ કરી વિવિધ ક્ષેત્રોમાં સફળતા કેવી રીતે મેળવી શકીએ તે માટે સુંદર માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી દક્ષાબેન સુરતીએ કર્યું હતું. આ કાર્યક્રમ ખુબજ અશરકારક રહયો હતો. કાર્યક્રમની સફળતા માટે શ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબ અને શ્રીમતી પિંકીબેન મળીએ શ્રીમતી ફેહમિદાબેન મુલ્લાને અભિનંદન પાઠવ્યા હતા.