Taramoti Jeevanbharti Pravrutti Vidhyalay Bal Bhavan

  1. Events
  2. Taramoti Jeevanbharti Pravrutti Vidhyalay Bal Bhavan

Views Navigation

Event Views Navigation

Today

ઉનાળાનો પ્રોજેક્ટ

સુતરાઉ કપડાં પહેરવા. ઉનાળાની સમજ આપીશું.ઉનાળાની ઋતુને લગતા ચાર્ટ બનાવી લાવવા. દા.ત. ઋતુચિત્ર, ઉનાળુ ઋતુના ફળ, શાકભાજી, તહેવારો, અનાજ, કઠોળ, મરી - મસાલા, વિશેષતા વગેરે.

સુલેખન સ્પર્ધા

જુ.કે.જી ના બાળકોએ સુંદર અક્ષરે શીખવેલ તમામ અક્ષરો લખવાનાં રહેશે. (પેપર શાળામાંથી આપવામાં આવશે.) સિ.કે.જી ના બાળકોએ બોર્ડ પરથી જોઇને સુંદર અક્ષરે વાક્યો લખવાના રહેશે. (પેપર શાળામાંથી આપવામાં આવશે.)

ગ્રુપ ફોટો ફંકશન

આ દિને બાળકોની શાળાકીય સુખદ સ્મૃતિઓને છબીમાં કંડારવા શાળામાં "ગ્રુપ ફોટો" ફંકશનનું આયોજન કર્યું હોવાથી બાળકને સ્વચ્છ ઈસ્ત્રી કરેલો યુનિફોર્મ, આઈકાર્ડ, બૂટ પહેરાવી સરસ તૈયાર કરી મોકલવા. નોંધ : શાળામાં "ગ્રુપ ફોટો" ફંકશનનું આયોજન હોવાથી બાળક શાળામાં ગેરહાજર ન રહે તેવી તકેદારી રાખવા નમ્ર વિનંતી છે.  

હોળી-ધૂળેટીની ઉજવણી

હોળી ધૂળેટીની ઉજવણી નિમિતે ભક્ત પ્રહલાદની વાર્તા કહીશું તેમજ હોળી પ્રગટાવી હોલિકા દહન વિશે વાતચીત કરીશું. બાળકોએ જૂના કપડાં પહેરી શાળાએ આવવાનું રહેશે. ફક્ત ગુલાલ જ લાવવો. પિચકારી કે ફુગ્ગા લાવવા નહી.

વાર્તા હરીફાઈ

વાર્તા હરીફાઈ પ્રવૃત્તિમાં બાળકોએ બોધવાળી વાર્તા કરવાની રહેશે.અભિનય, ભાષા શુદ્ધિ અને વાકછટાને પ્રાધાન્ય અપાશે.

પુસ્તકાલયની મુલાકાત

કોઈ પણ એક ચિત્રાત્મક પુસ્તક લાવવું (દા.ત. બાળ વાર્તા, અભિનયગીત, સામાન્યજ્ઞાનના પુસ્તકો આપવા ફરજીયાત નથી.) બાળકોને લાયબ્રેરીની મુલાકાતે લઈ જઈશું.

જુઓ અને બોલો હરીફાઈ

આ હરીફાઈમાં બાળકોએ એમને મનપસંદ રમકડું અથવા વસ્તુ લાવી તેના વિશે પાંચથી દશ વાક્યો બોલવાના રહેશે. જેમાં પ્રાણી-પક્ષીનો દેખાવ, આહાર તેમજ વસ્તુ વિશેષતા વિશે બોલવાનું રહેશે. (દા.ત. પ્રાણી - પક્ષી, વાહનો, શાક, ઢીગલી વગેરે.)

રમકડાં દિન

બાળકોએ કોઈપણ એક રમકડું નામ લખીને લાવવું અને પાછું લઈ જવું.

Go to Top