આજનો મણકો ભાવકોને એક અલગ જ ભાવવિશ્વમાં લઇ જનારો બન્યો….દુનિયામાં કેટલીક વ્યક્તિનો જન્મ જ ભલાઈ માટે થતો હોય છે, કે જેઓ અન્યને અંધારામાંથી પ્રકાશ તરફ લઇ જવાનું ભગીરથ કાર્ય કરતા હોય છે… અને આવી જ એક સંસ્થા કે જે વંચિત બાળકો માટે કાર્યરત છે. તેના ઉપર લખાયેલી કૃતિનો રસાસ્વાદ માણીએ સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ,સુરતના નિવૃત્ત અધ્યાપિકા, શિશુસહાય ટ્રસ્ટ, સુરતના માનદમંત્રી અને વંચિત બાળકો માટે કાર્યનિષ્ઠ ડો. સ્વાતિ મહેતાની મૃદુભાષી અને પ્રભાવશાળી શૈલીમાં….
કૃતિ :”બોયઝ ટાઉન/ ઊંડા અંધારેથી”
સર્જક: ફુલ્ટન ઑસ્લર- વીલ ઑસ્લર
અનુવાદક:પ્રો.કુંજવિહારી મહેતા
રસાસ્વાદ: ડો.સ્વાતિ મહેતા