દ્વારે ત્વચાના તાર ઉતારીને આવજો,ભીતરના સર્વે ભાર ઉતારીને આવજો,એવું ઊડો કે નામ હવા પર લખી શકાય,આવાસના ખુમાર ઉતારીને આવજો… ગુજરાતી સાહિત્યજગતમાં પોતાની જોરદાર ભાવસભર શબ્દ સંયોજના સાથે ગઝલકાર તરીકે એક આગવી ઓળખ ઊભી કરનાર શ્રી શોભિત દેસાઈની ‘હવા પર લખી શકાય’ ગઝલ સંગ્રહનું સુરતના સુપ્રસિદ્ધ કવિ, ગઝલકાર શ્રી સુરેશ વિરાણી એ કવિહૃદય ની ભાવવિભોરતાને આત્મસાત આજના 27 માં મણકામાં રસાસ્વાદન કરાવ્યું .શ્રી શોભિત દેસાઈ ની ગઝલોને શ્રી સુરેશભાઈ ના માધ્યમથી માણવા અચૂક જુઓ અને સાંભળો આજનો મણકો 27

118 views