૨૦ માસ બાદના લાંબા કપરા સમયગાળા બાદ ભૂલકાઓનો થનગનાટ, તેમના મોઢા પરનું હાસ્ય, મલકતો ચહેરો જોઇને સ્કૂલ ખીલી ઊઠી. માં સરસ્વતીનું મંદિર ઘંટનાદથી ગાજી ઊઠયું.
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર અનેરી આભા અને ચમક દેખાઈ આવી. ઇન્ચાર્જ આચાર્યાશ્રી ભામિનીબેન રાવલ તથા શાળા પરિવાર દ્વારા બાળકોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું અને અંતરથી ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો.
સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું. આચાર્યાશ્રી ભામિનીબેન રાવલ તથા શાળાપરિવાર દ્વારા દરેક વર્ગના બાળકોની સાથે સુખદ સંવાદ, વાતચીત, પ્લાઝમા દ્વારા પ્રાથમિક શિક્ષણની શુભ શરૂઆત થઇ.
વર્તમાન સારું અને સ્વસ્થ તો ભવિષ્ય પણ દીપી ઊઠે. એ અનુસાર આગામી દિવસોમાં બાળમિત્રો શિક્ષણની કેડીએ ઉત્સાહપૂર્વક ઉત્તરોત્તર આત્મવિશ્વાસથી ડગ ભરે એવી પ્રાર્થના સાથે શુભેચ્છા અને સૌનો આભાર.