યોગ સ્પોર્ટ્સ ઍન્ડ એડવેન્ચર એસોસિએશન સુરત દ્વારા તા. 17/10/2021ના રોજ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઉગત કેનાલ રોડ સુરત ખાતે યોગાસન સ્પર્ધામાં શાળાના વ્યાયામ શિક્ષિકાશ્રી ભદ્રિકાબહેન શાહ તથા ધોરણ 4 થી 8 ના 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 8 થી 10 વર્ષના વયજૂથમાં ધોરણ 4-B ની વિદ્યાર્થીની દેવાંશી સોસાએ ચોથો ક્રમ તેમ જ શિક્ષિકાશ્રી ભદ્રિકાબહેન શાહે 45 વર્ષથી વધુ ઉંમરના જૂથમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. બંને વિજેતાઓ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રાજ્યકક્ષાએ યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે. આચાર્યાશ્રી નિમિષા બહેન નાયક તથા નિરીક્ષકશ્રી મૃગાબહેન શુક્લએ વિજેતાઓને શાળાપરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા છે.