૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી
જીવનભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવન દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વમાં […]
બાલ્યાવસ્થાએ બાળકના જીવનઘડતરનો અગત્યનો સમયગાળો ગણાય છે આ સમય દરમિયાન યોગ્ય સિધ્ધાંતોને આધારે પાયાનું શિક્ષણ આપવામાં આવે તે ખુબ જ મહત્વનું છે. સર્વાંગી કેળવણી એટલે સર્વ અંગોની કેળવણી. બાળકોની શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક શક્તિઓને વિકાસ સંપૂર્ણપણે કરી શકાય તેવી કેળવણી આપવાનું બીડું સુરત શહેરની મધ્યસ્થમાં સ્થપાયેલી જીવનભારતી સંસ્થાએ ઝડય્યું છે. ઈ.સ.૧૯૪૬ ની ૩ જી જુલાઈએ સ્થપાયેલ આ શાળામાં આજપર્યંત કેળવણીને આધીન શિક્ષણ આપવામાં આવે છે.
જીવનભારતી શાળા માત્ર બાળકોને અક્ષરજ્ઞાન આપી ભણાવવાનું જ કાર્ય કરતી નથી પરંતુ યોગ્ય સમયે યોગ્ય કેળવણી આપી કેળવવાનું કાર્ય કરે છે.શિસ્ત, સંસ્કાર, સર્વધર્મ સમભાવના, સમૂહભાવના, વ્યવસ્થાપાલનના ગુણોનું સિંચન કરી તેમનું ચારિત્ર્યઘડતર પણ કરે છે.
માત્ર અક્ષરજ્ઞાન એ જ કેળવણી નથી પરંતુ શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ દ્વારા પણ બાળકોનો સર્વાંગી વિકાસ સાધી શકાય છે તે હેતુસહ મેડમ મોન્ટેસોરીની સાધન દ્વારા શિક્ષણની પધ્ધતિ સ્કેટિંગ, કરાટે, જીમ્નાસ્ટીક, સમૂહ કવાયત જેવી ઈત્તર પ્રવૃત્તિઓ થાય છે.
આધુનિક ઉપકરણ સ્માર્ટક્લાસ દ્વારા વિવિધ વિષયોનું જ્ઞાન આપીને બાળકોનો સર્વાંગી વિકાસ સાધવાનો પ્રયત્ન જીવનભારતી બાળભાવનામાં નિરંતર કરવામાં આવે છે.
મહાત્મા ગાંધીના બુનિયાદી શિક્ષણ આપવાની વાતને પણ આ સંસ્થાએ સહર્ષ સ્વીકારી તેને અનુસરીને પણ આ શાળામાં શિક્ષણ આપવામાં આવે છે.
અંગ્રેજી માધ્યમની વધતી જતી ઘેલછા સામે માતૃભાષામાં શિક્ષણ આપતી જીવનભારતી સંસ્થા સાત દાયકાથી સુરત શહેરમાં પ્રતિષ્ઠિત શાળાના ગૌરવ સાથે વટવૃક્ષ સમી અડીખમ ઉભી છે જે ગૌરવપ્રદ બાબત ગણી શકાય. માતૃભાષાની પ્રખર હિમાયત કરી સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેલ સંસ્થાની પ્રતિષ્ઠા જીવનભારતી શાળાના હોદેદારોના સકારાત્મક અભિગમને આભારી છે.