Project Description

જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં આચાર્યાશ્રી નિમિષાબહેન નાયકના પ્રતિનિધિત્વ હેઠળ તેમજ શાળાના શિક્ષિકા શ્રી શેતલબહેન, શ્રી વૈશાલીબહેન તથા શ્રી રોશનીબહેનના માર્ગદર્શન હેઠળ કમ્પ્યૂટર શિક્ષિકા શ્રી યોગિતાબહેન તથા સરિતાબહેનની મદદથી ઓનલાઈન ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જયારે ભારતને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે સક્રિય છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન વોટિંગ કરી પ્રતિનિધિઓ ને ચૂંટીકાઢયા હતા અને આ ચુંટાયેલા પ્રતિનિધિઓએ પોતાનું કાર્ય પ્રમાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક કરે એવા શપથ લીધા હતા.