આજના મણકો એક જુદા જ ભાવવિશ્વ માં લઇ જનારો બન્યો.
ડૉ. કલામની આત્મકથા – કશ્યપભાઈ એ જે રીતે વહેંચી..એવું થયું જ્યારે ઘરનાં દીવાનખંડમાં કોઈ પોતાના અત્યંત નિકટતમ સ્વજનની સ્મૃતિઓને વાગોળી રહ્યું હોય, એના ભાવમાં એ પોતાની સાથે આપણને પણ એકદમ મૃદુતાથી ખેંચી જાય!
આદરણીય શ્રી મનસુખ સલ્લાજી એ પણ આજના મણકા માટે પોતાનો પ્રતિભાવ આપ્યો કે, ” તમે એ રીતે વાત કરી જાણે કોઈ કલાકાર પીંછી ફેરવી રહ્યું હોય, અને પૂર્ણ ચિત્ર આપણી સામે મૂકી આપે.”
અંગત રીતે ડૉ.કલામ મારા હીરો છે, અને કષ્યોભાઈ એ મારા માટે અત્યંત આદરણીય, જેમ નાં વ્યક્તિત્વમાંથી મને એક શિક્ષણ સંસ્થાના અધ્યક્ષ હોવા જોઈએ એ આદર્શો નાં પ્રત્યક્ષ અનુભવો એકથી વિશેષ વાર થયા હોય.
આજનો અચૂક માણવા જેવો મણકો…

0 views