જીવનભારતી સંસ્થા 75 વર્ષમાં મંગલપ્રવેશ પ્રસંગે પ્રશિષ્ટ સાહિત્યકૃતિના આસ્વાદની માળા  પરોવી રહી છે.વિશ્વની ઉત્તમ કૃતિઓ સ્થળ અને સમયને અતિક્રમીને સર્વત્ર પ્રસરી જાય અને આજનો ભાવક આવી પ્રશિષ્ટ કૃતિ સાથે શુભ દ્રષ્ટિ કેળવી શકે એ આશયથી આરંભેલું આ મહા અભિયાન અંતર્ગત આજે મણકો 12 માં લોકભારતી સાથે વર્ષોથી સંકળાયેલા ડૉ. નીતિન ભિંગરાડીયા એ એક વિશિષ્ટ શૈલીમાં આસ્વાદ કરાવ્યો.
આ એપિસોડ કોને જોવો જ જોઈએ? જો આ પ્રશ્ન મને કોઈ પૂછે , તો મારો ઉત્તર છે,
એ તમામ શિક્ષકોએ જેમને પોતાના વર્ગમાં સ્વર્ગ ઉતારવાની ખેવના ક્યારેય પણ જન્મી હોય!
એ તમામ વિદ્યાર્થીઓએ જેમને તેમનો ઇતિહાસનો વર્ગ કંટાળાજનક લાગ્યો હોય .
અને એમણે શક્ય હોય તો ફરી પોતાના એ શિક્ષક પાસે , એમની સાથે આ એપિસોડ જોવો જ જોઈએ . જેથી આવનારી પેઢી કંટાળાને સ્થાને ઇતિહાસના તાસ કે લેક્ચર માટે ઉત્સાહ અનુભવતી થઈ જાય!
એક સજજ અધ્યાપક કેવા હોય, તેનો અદ્ભુત અનુભવ આપવા બદલ સંસ્થા વતી, સાહિત્ય સમિતિ વતી, અને વ્યક્તિગત સાદર , સપ્રેમ આભાર!

1 views