જીવનભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવન દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વમાં ધ્વજારોહણ શ્રી લલિતભાઈ શાહ (સંચાલક ભવન કલ્ચરલ સેન્ટર, અંધેરી)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનના આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના ઉપપ્રમુખ શ્રી ડૉ. બિપીનભાઈ દેસાઈ, અધ્યક્ષશ્રી ભાનુકુમાર શાહ, મંત્રીશ્રી અજીતભાઈ શાહ, કોષાધ્યક્ષ શ્રી ચિંતનભાઈ શાહ, ભવન પ્રતિનિધિ શ્રી નીલેશભાઈ શાહ, કારોબારી સભ્યશ્રી ધનેશભાઈ ગોળવાલા, શ્રી હરેશભાઈ જરીવાળા, શ્રી વિક્રાંતભાઈ જરીવાળા, તમામ ભવનના આચાર્યશ્રી, નિરીક્ષકશ્રી, શિક્ષકો, બિનશૈક્ષણિક સ્ટાફ, વિધાર્થીઓ અને વાલીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ શ્રી લલિતભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન દ્વારા દેશ પ્રત્યે પોતાની લાગણી દર્શાવી હતી. વિવિધ ક્ષેત્રે રાજ્યકક્ષાએ, રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બાળકોને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા. મોન્ટેસોરી તાલીમાર્થી બહેનોએ શૌર્યગીતની સુંદર પ્રસ્તુતિ કરી હતી. બાળભવનના સિ.કે.જી.ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત પર સુંદર નૃત્ય પ્રસ્તુત કરી સૌના મન મોહી લીધા હતા. જીવનભારતી મંડળ અને તમામ ભવનોના સહયોગથી આ ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વક સફળ ઉજવણી કરવામાં આવી હતી.